- પાકિસ્તાનના મંત્રીની હાસ્યાપદ સલાહ
- ભોજન પર કાપ મૂકીશું તો મોંઘવારી નહીં નડે
- તેના આ નિવેદન પર પાકિસ્તાનીઓ પણ ભડક્યા
નવી દિલ્હી: પાકિસ્તાન સતત દેવાના બોજ હેઠળ દબાઇ રહ્યું છે અને પાકિસ્તાનના ખસ્તાહાલ છે ત્યારે પાકિસ્તાનની ઇમરાન સરકારના એક મંત્રીએ મોંઘવારીથી બચવા માટે એક હાસ્યાસ્પદ સલાહ આપી છે. પીઓકે મામલાના મંત્રી અલી અમીને લોકોને એવી સલાહ આપી છે કે મોંઘવારીથી બચવા લોકોએ ભોજન પર કાપ મૂકવો જોઇએ.
મોંઘવારી સામે લડવા માટે વિચિત્ર સલાહ આપતા મંત્રીએ કહ્યું કે, લોકોએ આ સમયે દેશ માટે કુરબાની આપવી જોઇએ અને ખાવાનું ઓછું કરી દેવું જોઇએ. મંત્રીની આ હાસ્યાસ્પદ સલાહ બાદ પાકિસ્તાનના નાગરિકો પણ ભડક્યા હતા અને મંત્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યા હતા. મંત્રીએ એવી સલાહ આપી કે, લોકોએ ઓછી રોટલી ખાવી જોઇએ અને સાતે જ ચામા ઓછી ખાંડ નાખવી જોઇએ.
મંત્રીએ ઉમેર્યું કે, જો હું ચામાં ખાંડના 100 દાણાના બદલે 90 દાણા નાખુ તો શું તેની મીઠાસ ઓછી થઇ જશે, શું આપણા દેશ માટે આપણે આટલી પણ કુરબાની ના આપી શકીએ. રોટલીના 100 કોળીયા ખાવ તો તેમાં નવ કોળીયા ઓછા પણ ન કરી શકું?, આ જ પ્રકારની સલાહ અગાઉ પાક.ના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પણ આપી ચૂક્યા છે.