કિચન ટિપ્સઃ- હવે આ રીતે રિંગણને બનાવો ટેસ્ટી યમ્મી, જાણીલો રિંગણની રિંગ બનાવાની આ ઈઝી રીત
સાહિન મુલતાનીઃ-
રિંગણના પલેટા આમ તો સૌ કોઈ જાણતા જ હશે જેને રિંગણની રીંગ પણ કહે છે ,તો કેટલાક માટે આ માત્ર નામ નવું હશે, કદાચ ઘણા લોકો તેને બીજા નામથી પણ ઓળખતા હશે, સામાન્ય રીતે ડોલી રિંગણ (લાંબા જાંબલી રંગના રિંગણ) ને ગોળ ચિપ્સના આકારમાં કાપીને તેને મસાલામાં મેરિનેટ કરીને સેલો ફ્રાઈ કરવામાં આવે તેને રિંગણના પલેતા કહેવામાં આવે છે,જો કે આ પલેટ બનાવવામાં તેલ વધુ જાય છે અટલે હેલ્ધી રિંગણના પલેતા અનહેલ્ઘી બની જાય છે તો આજે તેલ વગર રિંગણના પલેતા બનાવાની ટિપ્સ જોઈશું
તેલ વગર જ આ રીતે બનાવો રિંગણના પલેટા
સામગ્રી
- ડોલી રિંગણ – 6 નંગ ( ઘોઈને ગોળ ગોળ થોડી જાડી ચિપ્સ કાપીલો)
- 100 ગ્રામ- લીલા ધાણા
- 5 થી 6 નંગ – લીલા મરચ
- 10 થી 12 નંગ – લસણની કળી
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – હરદળ,
- 2 ચમચી -ઘાણા જીરુનો પાવડર
- 1 ચમચી – લાલ મરચું
- 1 ચમચી – તેલ
- અડધી ચમચી – જીરુ
– હવે એક મિક્સરની જારમાં ઉપરની તમામ સામગ્રી લઈને તેને એધકચરી વાટીલો, આ ચટણીમાં એક ચમચી લીબુંનો રસ એડ કરી લો-
– હવે રિંગણની ચિપ્સ આ ચટણીમાં બરાબર મેરિનેટ કરી દો
– ત્યાર બાદ રિગંણની ચિપ્સ 20 મિનિટ કે 30 મિનિટચ સુધી તટણીમાં બરાબર અથાવા દો
– હવે એક કેળાનું મોટું પાન અને જો કેળનું પાન ન હોય તો સિલ્વર પેપર લો, આ પેપર પર રિંગણની ચટિપ્સને બરાબર લાઈનસરમાં ગોઠવી લો.
– હલે એક ઢોસાની તવી અથવા રોટલીની તવી ગરમ કરો, તેમાં થોડું તેલ એડ કરીને સ્પ્રેડ કરીલો, હવે સિલ્વર પેપર બેઠ્ઠુ આ તવીમાં મૂકીદો અને તેની ઉપરની સાઈડ પણ સિલ્વર પેપરથી ઢાકીલો, એક તરફ 5 મિનિટ થયા બાદ બીજી તરફ પાંચ મિનિટ થવાદો, તેલ વગર જ તમારા રિંગણના પલેટા થઈ જશે તૈયાર, ખાવામા ખૂબ જ ટેસ્ટિ લાગશે.