- 26 ઓક્ટોબરના રોજ WHO ની બેઠક
- Covaxin ના ઈમરજન્સી ઉપયોગને મળી શકે છે મંજૂરી
- WHO ના ચીફ સાઈટીસ્ટએ આપી માહિતી
દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ભારતની કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ પર વિચાર કરવા માટે 26 ઓક્ટોબરે ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપની બેઠક યોજવા જઈ રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાઈટીસ્ટ સૌમ્યા સ્વામીનાથને આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે WHO ડોઝિયરને પૂર્ણ કરવા માટે ભારત બાયોટેક સાથે મળીને કામ કરી રહ્યું છે.
ખરેખર, WHO એ અત્યાર સુધી માત્ર છ કોવિડ -19 વેક્સિનને મંજૂરી આપી છે. તેમાં ફાઇઝર-બાયોએનટેક, જોનસન એન્ડ જોનસન, ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા, મોર્ડેના, સિનોફાર્મ અને સિનોવૈક વેક્સિન છે.તો, કોવેક્સિનને પણ મંજૂરી મળવાની આશા છે.
ભારતની CDSCO એટલે કે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને ભારત બાયોટેકની કોવેક્સિન 2 થી 18 વર્ષની વયના બાળકોને આપવાની ભલામણ કરી છે. સમિતિએ કંપની દ્વારા 2 થી 18 વર્ષના બાળકો પર હાથ ધરાયેલા ક્લિનિકલ ટ્રાયલ્સના રિપોર્ટના આધારે તેની ભલામણ કરી છે, જેમાં આ રસી બાળકો માટે સલામત અને રોગપ્રતિકારક મળી આવી છે.
ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિન ભારતમાં પહેલેથી જ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહી છે. બાળકોમાં તેનાથી કોઈ ટ્રાયલ કરવામાં આવ્યા ન હતા, તેથી મે મહિનામાં બાળકો પર તેના ક્લિનિકલ ટ્રાયલ્સ માટે પરવાનગી માંગવામાં આવી હતી. પરવાનગી મળ્યા બાદ આ રસીનું સમગ્ર દેશમાં બાળકો પર પરીક્ષણ કરવામાં આવ્યું. આ ટ્રાયલમાં જોવામાં આવ્યું કે શું રસી સલામત અને રોગપ્રતિકારક છે અને શું તે અસરકારક રહેશે?
બાળકોમાં ક્લિનિકલ ટ્રાયલના પરિણામો સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનને જાણ કરવામાં આવ્યા હતા. જેના પર વિષય નિષ્ણાત સમિતિ, જેમાં ઘણા નિષ્ણાતોનો સમાવેશ થાય છે, અહેવાલથી સંતુષ્ટ છે, વિષય નિષ્ણાત સમિતિએ તેની મંજૂરીની ભલામણ કરી છે, જેના પર અંતિમ નિર્ણય DCGI લેવાનો છે.