ભારત સરકારનો મહત્વનો નિર્ણયઃ જમ્મુ કાશ્મીરમાં કામદાર પ્રવાસીઓને સેનાના કેમ્પમાં રાખવાના આદેશ
- કામદાર પ્રવાસીઓ સેનાના કેમ્પમાં રોકાી શકશે
- કાનદાર પ્રવાસીઓને કેમ્પમાં રાખવાના આદેશ આપ્યા
શ્રીનગરઃ- છેલ્લા થોડાક સમયથી જમ્મુ કાશ્મીરના ટાર્ગેટ કિલીંગની ઘટનાઓ વધતી જોઈા શકાય છે અત્યાર સુધી આ મહિનાની અંદર 11 લોકોના મોત થી ચૂક્યા છએ ત્યારે સરકાર સતત ચિંતામાં છે, આ બાબતે હવે ભારત સરકારે મહત્વનો નિર્ણય જારી કર્યો છે જે પ્રમાણે હવે નક્કી કર્યું છે કે કાશ્મીરમાં કામ કરતા પ્રવાસી મજૂરો અને અન્ય કામદારોને પોલીસ અને આર્મી કેમ્પમાં રાખવામાં આવશે.ઉલ્લેખનીય છે તે એક પછી એક ઇમિગ્રન્ટ્સની હત્યા બાદ ભારત સરકારે આ નિર્ણય લીધો છે.
વિતેલા દિવસને રવિવારે કાશ્મીરના પોલીસ વડાએ આ બાબતને લઈને જણાવ્યું હતું કે સરકારે સ્થળાંતર કરનારા લોકોને સુરક્ષા માટે પોલીસ અને આર્મી કેમ્પમાં રાખવાનો નિર્ણય કર્યો છે. વિજય કુમારે કહ્યું કે તેમણે તેમના અધિકારીઓને આ લોકોને વહેલામાં વહેલી તકે સુરક્ષિત સ્થળોએ મોકલવા સૂચના આપી છે. રવિવારે વધુ ત્રણ લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી બે મૃત્યુ પામ્યા હતા. આ પછી, આઇજી વિજય કુમારે મીડિયાને કહ્યું હતું , “મેં અધિકારીઓને સૂચના આપી છે કે જેઓ જોખમમાં છે તેમને તાત્કાલિક સલામત સ્થળે લઇ જવામાં આવે.”
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં હજારો પરપ્રાંતિય લોકો કામદારો કામ કરી રહ્યા છે જે અન્ય રાજ્યોમાંથીઅહી કામ અર્થે આવ્યા છે. તેમાંથી કેટલા લોકોને સલામત શિબિરોમાં રાખવામાં આવશે તે બાબત હજુ સ્પષ્ટ થઈ નથી. છેલ્લા બે સપ્તાહથી કાશ્મીરમાં એક પછી એક નિર્દોષ લોકોની હત્યા થઈ રહી છે.
રવિવારે ત્રણ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી બે લોકોના મોત થયા હતા, અને ત્રીજો એક ઈસમ ઘાયલ થયો હતો. માર્યા ગયેલા બંને લોકો બિહારના રહેવાસી હતા અને કાશ્મીરમાં મજૂરી કામ કરવા માટે વતનથી અહીં આવ્યા હતા. અહેવાલ છે કે આતંકવાદીઓએ રવિવારે વાંપો અને કુલગામમાં મજૂરો પર ગોળીબાર કર્યો હતો જેમાં બંનેના મોત થયા હતા. આ સાથે આ મહિને કાશ્મીરમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 11 થઈ ગઈ છે.ત્યારે હવે અહી આવતા કામદારો પ્રવાસીઓ માટે સરકારે મહત્વના આદેશ જારી કર્યા છે જે પ્રમાણે આ પ્રકારના કામદારોને કેમ્પમાં રાખવાના નિર્દેશ આપ્યા છે