ફિલ્મી દુનિયાના દિગ્ગજ કલાકાર ઓમપુરીના જન્મદિવસ પણ જાણો તેમના વિશેની કેટલીક ખાસ વાતો
- ઓમપુરીનો આજે જન્મદિવસ
- ફિલ્મમાં આવતા પહેલા સંધર્ષ ભર્યું હતું જીવન
આપણે કોઈ પણ સફળ વ્યક્તિ વિશે સાંભળ્યું છે કે તેણે સફળતા સુધી પહોંચતા પહોંચતા દુનિયામાં ઘણો સંઘર્ષ કર્યો જ હોય છે, ખાસ કરીને ફિલ્મી દુનિયામાં નામ બનાવવાની હોડમાં મુંબઈ આવતા કલાકારો આજે ભલે એક નામાકિંત વ્યક્તિ હોય પરંતુ તેમના જીવનનો સંઘરિષ દુખોથી ભરેલો જોઈ શકાય છે આવા જ એક અભિનેતા છે ઓમ પુરી, ઘણી ફિલ્મોના નંબર પડતા હોય ત્યારે ઓમપુરીનો અવાજ સાંભળવા મળે છે, અવાજ સાથે જ તેમના નામથી ઓળખ છત્તી થાય છે, આજે અભિનેતા ઓમ પુરીનો જન્મદિવસ છે, તેમના જન્મ 1950 18 ઓક્ટોબરે થયો હતો. આજે, તેમના જન્મદિવસ પ્રસંગે તેમના સંઘર્ષ ભર્યા જીવનની કેટલીક વાતો જાણીએ, જો કે આજે તેઓ બોલિવૂજના એક દિગ્ગજ કલાકારોમાં ગણના પામ્યા છે.
ઓમ પુરીની ફિલ્મી કારકિર્દી ઘણી સારી યાદગાર રહી છે. તેમણે 319 ફિલ્મોમાં નાની -મોટી ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મોમાં ઘણી ભાષાઓની ફિલ્મોનો સમાવેશ થાય છે. તે ભારતની સૌથી વધુ હોલીવુડ ફિલ્મોમાં અગ્રણી કલાકારોમાંથી એક રહ્યો છે.
ત કરતા તેમણે તે વાતનો ઉલ્લેખ કર્ર્યો હતો અને વખત ભાવુક થયા હતા. એકવાર અનુપમ ખેરના શોમાં તેમણે કહ્યું હતું કે તેઓ જ્યારે 6 વર્ષના હતા ત્યારે જીવન જરુરીયાતને પહોંચી વળવા માટે ચાની લારી પર ચાના કપ કે ગ્લાસ ઘોતા હતા તેમનું બાળપણ ગરીબીમાં વિત્યું હતું અને તેમને ઘણા સંઘર્ષ બાદ સફળતા મળી હતી.
તમને જાણીને નવાઈ લાગશે કે હોલીવુડમાં અભિનય કરનાર ઓમ પુરીનું અંગ્રેજી બહુ સારું નહોતું. તેમને હિન્દી બોલતા પણ કંઈક ખાસ નહોતું જ આવડતું, કારણ કે તેમણે પંજાબી ભાષામાં શિક્ષણ મેળવ્યું હતું. જ્યારે તે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પહોંચ્યા ત્યારે તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ રહ્યો હતો. આત્મવિશ્વાસના અભાવને કારણે, એક તબક્કે તેણે નક્કી કર્યું હતું કે તે હવે અભિનય નહીં કરે. પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું.સંઘર્ષ બાદ તેઓ સફળતાની પાંખો લઈને ઉડતા થયા.
ઓમ પુરીને તેના સરેરાશ દેખાવ માટે પણ ઘણું સહન કરવું પડ્યું હતું. દૂરદર્શનને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે જ્યારે તે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા પહોંચી ત્યારે તેની મુલાકાત શબાના આઝમી સાથે થઈ. તેને જોઈને શબાનાએ કહ્યું હતું કે, ‘લોકો હીરો બનવા કેવી રીતે અહીં આવે છે’. આ પહેલી વાર નહોતું, તેના ચહેરા પર શીતળાના ડાઘને કારણે તેને ઘણી વખત આવી ટીકાઓ સાંભળવી પડી હતી.તેઓ બાબતે ઘણા ટ્રોલ થઈ રહ્યા છે, તે છત્તા ક્યારેય તેમના ચહેરા પરના ડાધને લીધે તેમણે પાછુ વળીને નથી જોયું તેમણે અનેક ફિલ્મોમાં સારો અભિનય કરીને દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું છે.