- ભાજપે કોંગ્રેસ પર સાધ્યો પ્રહાર
- કોંગ્રેસ જમ્મૂ અને કાશ્મીર જેવા મુદ્દા પર ભ્રમ ફેલાવે છે: સંબિત પાત્રા
- કોંગ્રેસ ભ્રમની રાજનીતિ રમી રહ્યું છે
નવી દિલ્હી: ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરતા રહેતા હોય છે ત્યારે હવે ભાજપે ફરીથી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું કે, કોંગ્રેસ જમ્મૂ અને કાશ્મીર જેવા સંવેદનશીલ મુદ્દા પર ભ્રમ ફેલાવી રહી છે. કોંગ્રેસ કાર્યકારિણીની બેઠકમાં તારીક હામિક કારાએ કહ્યું કે, નહેરુએ જમ્મૂ અને કાશ્મીરને ભારતમાં સામેલ કર્યું જ્યારે સરદાર પટેલ ઝીણા સાથે મળીને કાશ્મીરને ભારતથી અલગ રાખવાની કોશિશ કરતા હતા.
આ બાદ ભાજપ પ્રવક્તા સાંબિત પાત્રાએ શાબ્દિક પ્રહારો કર્યા હતા કે, જ્યારે CWCની બેઠકમાં સરદાર પટેલને એક વિલન તરીકે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે શું સોનિયા ગાંધીએ તેમને ચુપ કરાવ્યા હતા? એક પરિવારે બધુ કર્યું અને બાકીના પરિવારે કશુ કર્યું નથી. કોંગ્રેસે સરદાર પટેલને ઝીણા સાથે જોડવાનું પાપ કર્યું છે.
જ્યાં એક બાજુ ભાજપ વિકાસના માર્ગે આગેકૂચ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ ભ્રમની રાજનીતિ રમી રહ્યું છે. શું તારીક હામિદ કારાને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાંથી કાઢી મૂકવામાં આવશે?
તેઓએ વધુમાં આકરા પ્રહારો કર્યા હતા કે મારો પહેલો સવાલ છે કે જ્યારે સરદાર પટેલ અંગે આ બધુ બોલાઇ રહ્યું હતું ત્યારે શું સોનિયા અને રાહુલે વાંધો ઉઠાવ્યો હતો? તારીક હામિદ કારાનો હેતુ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાનો હતો. તેમણે એ જ રીતે બોલ્યા હતા કે કોંગ્રેસનો વારસો નહેરુથી રાહુલ સુધી અસાધારણ છે.