1. Home
  2. ગુજરાતી
  3.  પીએમ મોદીને મળવા ગૃહમંત્રી અમિત શાહ તેમના નિવાસસ્થાને પહોંચ્યા – કાશ્મીર સહીતના મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
 પીએમ મોદીને મળવા ગૃહમંત્રી અમિત શાહ તેમના નિવાસસ્થાને પહોંચ્યા – કાશ્મીર સહીતના મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

 પીએમ મોદીને મળવા ગૃહમંત્રી અમિત શાહ તેમના નિવાસસ્થાને પહોંચ્યા – કાશ્મીર સહીતના મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

0
Social Share
  • પીમ મોદીને મળશે ગૃહમંત્રી અમિત શાહ
  •  કાશ્મીર મુદ્દે થઈ શકે ચર્ચા

 

દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ મંગળવારની સવારે જેશના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીને મળવા માટે પીએમ નિવાસસ્થાને પહોંચ્યા છે. બંને નેતાઓ વચ્ચેની આ બેઠક કેબિનેટની બેઠક પહેલા થઈ રહી છે. આ બાબતને લઈને મળતી માહિતી પ્રનાણે આ બન્ને નેતાઓની બેઠકમાં કાશ્મીર સહિત અન્ય ઘણા બધા રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે.

અમિતશાહ અને પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવાની સાથે કાશ્મીરની અંદર રહેતા અલગાવવાદી નેતાઓ સામે કાર્યવાહી કરવાની પણ ચર્ચાઓની શક્યતાઓ રહેલી છે. આ સાથે જ અમિત શાહે સોમવારે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે લગભગ છ કલાક લાંબી બેઠક પણ યોજી  હતી. આ બેઠકમાં તેમણે આંતરિક સુરક્ષાને લઈને રાજ્યો વચ્ચેના સમન્વય પર ખાસ ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં, પોલીસ મહાનિર્દેશક, મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક અને તમામ રાજ્યોના મહાનિરીક્ષક, કેન્દ્રીય પોલીસ દળોના વડાઓ, ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ સંગઠનોના સ્તરના પસંદગીના ક્ષેત્ર અધિકારીઓએ બંધ રૂમમાં આ પરિષદમાં ભાગ લીધો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code