1. Home
  2. ગુજરાતી
  3. લંડનના સાયન્સ મ્યુઝિયમમાં મહત્વપૂર્ણ કલાયમેટ ચેન્જ ગેલેરી શરૂ કરવાની જાહેરાત
લંડનના સાયન્સ મ્યુઝિયમમાં મહત્વપૂર્ણ કલાયમેટ ચેન્જ ગેલેરી શરૂ કરવાની જાહેરાત

લંડનના સાયન્સ મ્યુઝિયમમાં મહત્વપૂર્ણ કલાયમેટ ચેન્જ ગેલેરી શરૂ કરવાની જાહેરાત

0
Social Share
  • આ નવી ગેલેરીને ‘એનર્જી રિવોલ્યુશનઃ ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી’ નામ આપવામાં આવ્યું છે
  • આ ફ્રી ઈન્ટરેક્ટિવ ગેલેરી 2023માં ખૂલ્લી મૂકાશે

અમદાવાદ: સાયન્સ મ્યુઝિયમે આજે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ભંડોળની સહાયથી એક નવી સિમાચિહ્નરૂપ ગેલેરી શરૂ કરવાની જાહેરાત કરી છે. જલ વાયુ પરિવર્તન ક્ષેત્રે  થઈ રહેલા ફેરફારો મુજબ વિશ્વ કેવા પ્રકારના ઉર્જા વપરાશ તરફ આગળ ધપી રહ્યું છે તેનો ચિતાર  આ ગેલેરીમાં પ્રદર્શિત કરાશે. બ્રિટનના વડાપ્રધાન બોરીસ જ્હોન્સનની આગેવાની હેઠળની ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમીટમાં વિવિધ દેશોના ડેલિગેટસના હાજરી વચ્ચે આ મ્યુઝિયમ શરૂ કરવા અંગે જાહેરાત કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગેલેરીમાં હવામાન વિજ્ઞાનના તાજા પ્રવાહો અને ક્લાયમેટ ચેન્જની તરાહ  અંગે જાણકારી મેળવી શકાશે. તથા પેરિસ સંમેલનમાં નક્કી કરાયેલા ધ્યેય તરફ આગળ ધપીને કેવી રીતે  જમીનમાંથી નિકળતા બળતણ ઉપરનું અવલંબન ઘટાડીને ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલથી 1.5 ડીગ્રીના વધારા સુધી સિમીત રાખવાનું લક્ષ્ય કઈ રીતે હાંસલ થઈ શકે તે દર્શાવવામાં આવશે.

આ નવી ગેલેરીના મુલાકાતીઓ વિવિધ ડેટાના આધારે  ભવિષ્યની  આગાહીઓ અંગે વિઝ્યુઅલ જાણકારી મેળવી શકશે. આપણે જલ વાયુની કેવી પરિસ્થિતિમાં જીવીએ છીએ તથા રચનાત્મક તથા ઈનોવેટિવ ઉપાયો મારફતે તેમાં કેવા સાનુકૂળ ફેરફાર થઈ શકે તેમ છે તે આ  ગેલેરીમાં દર્શાવવામાં આવશે.

સાયન્સ મ્યુઝિયમ ગ્રુપનાં ચેર, ડેમ મેરી આર્ચર જણાવે છે કે “આપણાં સૌનું સામૂહીક ભવિષ્ય કેવું હશે તેની કલ્પના કરીને આ ગેલેરી આપણને પાવરફૂલ એક્શન પ્રોગ્રામ રજૂ કરી  તેના અમલ માટે પ્રોત્સાહિત કરશે. આ ગેલેરીમાં વિશ્વ સમક્ષના  તાકીદના પડકાર અંગે સાચા અર્થમાં ગ્લોબલ કહી શકાય તેવો દ્રષ્ટિકોણ પૂરો પાડવામાં આવનાર છે. આપણે એક મોટા જોખમનો સામનો કરી રહ્યા છીએ અને  આપણું ભાવિ સુનિશ્ચિત નથી ત્યારે આપણે સાથે મળીને કેવા દૂરગામી પગલાં લઈ શકીએ તે દર્શાવવાનો આ ગેલેરીમાં પ્રયાસ કરાશે.”

આ ગેલેરી આપણને ભૂતકાળની ક્ષણોને યાદ કરીને ઉર્જા અંગે કેવી  કલ્પના સાકાર કરવામાં આવી હતી તે દર્શાવશે.  ઉદાહરણ તરીકે અમેરિકાના વૈજ્ઞાનિક થોમસ એડિસને 1982માં પ્રથમ પબ્લિક ઈલેક્ટ્રિસીટી નેટવર્ક ઉભુ કરીને વિજ વ્યવસ્થાની કલ્પના  કેવી કલ્પના સાકાર કરી હતી, તે જણાવવા ઉપરાંત કોલસા આધારિત પાવર સ્ટેશનથી નજીકમાં આવેલાં  લંડનના ઘર અને બિઝનેસને ટ્યુબ કનેક્ટેડ વ્યવસ્થા માટે કેવી રીતે વિજળીનુ જોડાણ અપાયુ  હતુ તે દર્શાવવામાં આવશે. આ ગેલેરીના  નેટવર્ક મારફતે હાલમાં કઈ રીતે વિજળીનું વિતરણ થાય છે તે પણ દર્શાવવામાં આવશે. તાજેતરમાં સાયન્સ મ્યુઝિયમ ગ્રુપના સંગ્રહમાં જેનો સમાવેશ કરાયો છે તે જવલ્લે જ જેવા મળતી,  હાલમાં હયાત એડિસન ટ્યુબ લોકો સમક્ષ પ્રદર્શિત કરાશે. વર્ષ 2023માં આ નવી ગેલેરી ખૂલ્લી મૂકવામાં આવશે ત્યારે મુલાકાતીઓ ઉર્જા ક્ષેત્રની વિવિધ ઈજનેરી અજાયબીઓ અંગે જાણકારી મેળવી શકશે.

આ ગેલેરીમાં સાયન્સ મ્યુઝિયમ ગ્રુપના કલેક્શન મારફતે તથા એકત્ર કરાયેલ વિવિધ પ્રકારના ઈન્ટરેક્ટિવ અને ડીજીટલ સ્ટોરી ટેલીંગ મારફતે ભૂતકાળ અને ભવિષ્યની ઉર્જા ક્રાંતિના ઉદાહરણો રજૂ કરાશે. ધ એનર્જી રિવોલ્યુશન ને ભંડોળ પૂરૂ પાડનાર તરીકે અગ્રણી સોલર પાવર ડેવલપર અને વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ પાવરના સૌથી મોટા  ઉત્પાદક બનવાનું લક્ષ્ય ધરાવનાર વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ પાવર ઉત્પાદક કંપની અદાણી ગ્રીન એનર્જીનો સહયોગ પ્રાપ્ત થયો છે.

ડેમ મેરી જણાવે છે કે “આ ગેલેરીને નોંધપાત્ર નાણાંકિય સહયોગ પૂરો પાડવા બદલ અમે અદાણી ગ્રીન એનર્જીના અત્યંત આભારી છીએ.”

અદાણી ગ્રીન એનર્જીના ચેરમેન શ્રી ગૌતમ અદાણી જણાવે છે કેધ એનર્જી રિવોલ્યુશન ગેલેરી ને સહયોગ પૂરો પાડતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. દર્શકોને આ ગેલેરીમાં લૉ કાર્બન ટેકનોલોજી મારફતે સમાજની ઉર્જાની ભાવિ  જરૂરિયાત કઈ રીતે સંતોષી શકાશે તે અંગેની જાણકારી અપાશે. હાલમાં રિન્યુએબલ એનર્જી રિવોલ્યુશન તેની મજલના નોંધપાત્ર તબક્કે છે ત્યારે  પવન અને સૂર્યની અપાર ઉર્જા ક્ષમતા ખૂબ જ પ્રોત્સાહક બની રહેશે. વિશ્વ જ્યારે ક્લિનર ફ્યુચર તરફ આગળ ધપવા માંગે છે ત્યારે આ શક્તિનો આપણે કેવી રીતે મહત્તમ લાભ મેળવી શકીએ તે બાબતે આપણે ઈતિહાસમાંથી ઘણું શિખવાનું છે. આ સાયન્સ મ્યુઝિયમની ટીમ કરતાં વધુ સારી રીતે આ કલ્પનાને કોણ વ્યક્ત કરી શકે તેમ છે!”

છેલ્લા 200 વર્ષથી ઈલેક્ટ્રિક કારની કલ્પના સાકાર કરીને ભવિષ્યની પરિવહન પધ્ધતિ અંગે સંશોધકો અને ઈજનેરો પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ઘોડાથી ચાલતી પરિવહન વ્યવસ્થામાં  સુધારો કરવાનુ વિઝન કેવી રીતે સાકાર થયુ તે દર્શાવવાની સાથે સાથે 1987માં વૉલ્ટર બર્સેએ ડીઝાઈન અને નિર્માણ કરેલી ગ્રેટ હોર્સલેસ કેરેજ કંપનીની  કલાકના 9 માઈલની ઝડપે દોડીને 30 માઈલનુ અંતર કાપતી  Bersey electric cab નો એમાં વિગતે ચિતાર આપવામાં આવ્યો છે. ઈલેક્ટ્રિક કારનો આ વિચાર તેનો સમય પાકે તે પહેલાં રજુ કરાયો હતો. તે વારંવાર ખોટકાતી હતી અને  તેની બેટરી ખૂબ મોંઘી હોવાથી આ કાર નફાકારક બની શકી ન હતી. મોટા પાયે ઈલેકટ્રિક વાહનના ઉત્પાદનનુ  સપનુ  છેલ્લાં થોડા વર્ષમાં જ સાકાર થયુ છે.

ભવિષ્યમાં પૃથ્વીની વ્યવસ્થામાં કેવા ફેરફારો આવશે તેની ધારણાઓના આધારે  આપણી જલવાયુ પરિવર્તન (કલાઈમેટ ચેન્જ) અંગેની સમજ ઉભી થઈ છે. આ ધારણાઓ વિશ્વમાં લાંબા ગાળે કેવા ફેરફારો થયા અને પૃથ્વીમાં કેવાં પરિવર્તન આવી રહયાં છે તેના અવલોકન ઉપર આધારિત છે. ચાર્લ્સ ડેવિડ કીપલીંગે આ મુદ્દે સંખ્યાબંધ અવલોકનો નોંધાવાની વર્ષ 1958માં શરૂઆત કરી હતી. તેમણે હવામાં અંગારવાયુનુ  પ્રમાણ માપવાની શરૂઆત કરી હતી. આ નવી ગેલેરીમાં તેમણે ઉપયોગમાં લીધેલો  એર સેમ્પલીંગ ફલાસ્કમાંનો એક ફલાસ્ક  પણ પ્રદર્શિત કરાયો છે. દુનિયાભરમાં આ પ્રકારની માપણી ચાલતી રહેશે.  હવામાનમાં  અને ઘાતક અંગારવાયુનુ પ્રમાણ કયા સ્તરે પહોંચ્યુ છે તેની મહત્વની માહિતી મળતી રહેશે. આ સંદર્ભમાં આ ફલાસ્ક  આપણને પૃથ્વીને માનવી કેવી અસર કરી રહ્યો છે તેનો ચિતાર પૂરો પાડનાર બની રહેશે.

એનર્જી રિવોલ્યુશનઃ ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી  ચાર થીમની આસપાસ વિકસિત કરાઈ છે. તેમાંનો દરેક થીમ આપણને સદીના નિર્ણાયક પડકાર અંગે અલગ અલગ દ્રષ્ટિકોણ દર્શાવશે.

ઓલ્ટરનેટિવ ફ્યુચર્સમાં  ઈતિહાસમાંથી ઉદાહરણો લઈને લોકોએ અનેક વાર  ઉર્જા કટોકટી વખતે એનર્જી ફ્યુચર્સની કેવી કલ્પના કરીહતી અને ઉર્જા વપરાશનાં  પરિવર્તનોએ વિશ્વને કેવો આકાર આપ્યો તે દર્શાવાયુ છે.  ભૂતકાળનુ ભવિષ્ય અંગેનુ વિઝન આપણને દર્શાવે છે કે વર્તમાન ઉર્જા પધ્ધતિ અનિવાર્ય બની રહેશે તેવુ નથી. આથી ભવિષ્ય અંગેઅનેક સંભાવનાઓ રહે છે.

ફ્યુચર પ્લેનેટમાં જલ વાયુ પરિવર્તન ક્ષેત્રના વર્તમાન સમયના વૈજ્ઞાનિકોની  ભવિષ્ય અંગેની હાલની ધારણાઓ  અને  અને તે પૃથ્વીની ઉર્જા વ્યવસ્થા સમજવા માટે કેવાં સંકુલ પ્રકારનાં મોડેલનો ઉપયોગ કરે છે તે બાબત ધ્યાનમાં લેવાઈ છે અને તેને આધારે  ભવિષ્યની જલ વાયુ પરિવર્તનની અસરોના વ્યાપ  અને લક્ષણોની અસર અંગે  ચિતાર આપશે.

ફ્યુચર એનર્જી એન્ડ પાવર વિભાગમાં  વિશ્વમાં લૉ કાર્બન ફ્યુચર માટે  થનારાં  પરિવર્તનો  અને ટેકનોલોજી તેમાં કેવો સહયોગ આપી શકશે  તેની સંભાવના  વ્યક્ત કરીને  સ્થાનિક ભૌગોલિક, સામાજીક અને રાજકીય પરિબળોને આધારે  પરિવર્તનનો ક્રમ   કેવી રીતે આગળ ધપી શકે છે તેની વિગતો આપવામાં આવી છે.

ફ્યુચર લિવીંગ  વિભાગમાં દરેકનુ જીવન  ઉર્જા વ્યવસ્થાઓની જાળ  સાથે કેવી રીતે વણાયેલુ છે અને તે આપણા જીવનને, કામ કરીએ છીએ  અને તેની સાથે કેવી રીતે કામ પાર પાડીએ છીએ તે દર્શાવાયુ છે. આ વિભાગ લોકોની ક્ષમતા એનર્જીના ભાવિને  અને ‘ વાજબી સંક્રાંતિને ‘ કેવી રીતે પ્રભાવિત કરીને વિકસતાં રાષ્ટ્રોમાં બહેતર જીવન ધોરણ કેવી રીતે પૂરૂ પાડી શકે તેની સંભાવનાઓ દર્શાવાઈ છે.

આ નવી ગેલેરી  એક દાયકા પહેલાં ખુલ્લી મુકાયેલી અને જે 60 લાખથી વધુ લોકોને આવકાર આપી ચૂકી છે તે એટમોસ્ફીયર ગેલરીનુ સ્થાન લેશે.

સાયન્સ મ્યુઝિયમ અંગે

વર્ષ 1851થી  વિશાળ પ્રદર્શન તરીકે  જાણીતા આ સાયન્સ મ્યુઝિયમ છેલ્લા આઠ દાયકાથી  ઈન્ટરએકટિવ વૈજ્ઞાનિક અર્ઘઘટનની  ઈન્ટરએકટિવ વ્યવસ્થા પૂરી પાડે છે  અને તે યુકે સ્કૂલ ગ્રુપનુ સૌથી વધુ મુલાકાત લેવાતુ મ્યુઝિયમ છે.  સાયન્સ મ્યુઝિયમ ગ્રુપના હિસ્સા રૂપ  આ મ્યુઝિયમ ઈનોવેશન અને જેણે  આપણી પૃથ્વીની વ્યવસ્થાને આકાર આપ્યો અને ભવિષ્યને પરિવર્તનનો માર્ગ ચિંધ્યો તેવી આપણને અચરજ પેદા કરે તેવી વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જીન્યરીંગ, મેથેમેટીક્સ અને મેડિસીન ક્ષેત્રની ભિન્ન પ્રકારની 7.3 મિલિયન ચિજોનો  સંગ્રહ ધરાવે છે. અમારૂ મિશન ભવિષ્યને પ્રેરણા આપવાનુ છે દરેક વયના લોકોના કૂતુહલને સતેજ કરવાનુ અને રજૂ કરાયેલી દરેક બાબત ની પશ્ચાદભૂમિકા રજૂ કરવાનુ છે.

અદાણી ગ્રીન એનર્જી અંગે

અગ્રણી સોલાર પાવર ડેવલપર, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)  આગામી ચાર દાયકામાં તેનો રિન્યએબલ ઉર્જા નિર્માણની ક્ષમતાનો પોર્ટફોલિયો  અને આયોજનો ત્રણ ગણાં કરવાનુ આયોજન ધરાવે છે. કંપની યુટિલિટી ગ્રેડના ગ્રીડ કનેકટેડ સોલાર અને વીન્ડ ફાર્મ પ્રોજેકટસ વિકસાવે છે, નિર્માણ કરે છે , માલિકી ધરાવે છે  અને સંચાલન તથા માવજત કરે છે. તે આગામી 10 વર્ષમાં ક્લીન એનર્જીના નિર્માણ, કોમ્પોનન્ટ મેન્યુફેકચરિંગ, ટ્રન્સમિશન,  અને ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે 20 અબજ ડોલરનુ રોકાણ કરવાનુ આયોજન ધરાવે છે અને એ દ્વારા  વર્ષ 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી પાવર જનરેશન કંપની બનવાની નેમ ધરાવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code