મુંબઈઃ મધ્યપ્રદેશના ભીંડમાં એરફોર્સના ફાઈટર પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. સમયસૂચકતા દાખવીને ફ્લાઈટના પાઈલોટએ પેરાશૂટ સાથે છલાગી હતી. ટેકનીકલ ખામી સર્જાતા આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. આ ઘટનાની તપાસના આદેશ કરવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં એરફોર્સનું ફાઈટર વિમાન મિરાજ 2000 ક્રેશ થયું છે. આ ઘટના બગડી ગામ પાસે બની હતી. ફાઈટર પ્લેનને લેફ્ટિનેન્ટ અભિલાષ ઉટાવી રહ્યાં છે. આ દૂર્ઘટનામાં તેઓ ઘાયલ થયાં હતા. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ બનાવની જાણ થતા જ એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થતા તેનો પ્રચંડ અવાજ સંભળાયો હતો. જેથી મોટી સંખ્યામાં લોકો સ્થળ પર દોડી ગયા હતા. ફાઈટલ પ્લેન સંપૂર્ણ રીતે સળગીને રાખ થઈ ગયું હતું. ટેકનીકલ ખામીને કારણે આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. સ્થળ મોટી સંખ્યામાં સ્થાનિકો સ્થળ પર ઉમટી પડ્યાં હતા. આ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એરફોર્સના અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. તપાસ બાદ જ દૂર્ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે. સ્થાનિકોએ પાયલોટનો પેરાશૂટથી ઉતરતો વીડિયો પણ ઉતાર્યો હતો. ટેકનીલક ખામીની જાણ થતા જ પાયલોટએ પેરાશૂટની મદદથી છલાંગ લગાવી હતી. ગ્વાલિયર એરબેઝની એક ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી.
એરફોર્સના જણાવ્યા અનુસાર મિરાજ 2000 વિમાન આજે સવારે કેન્દ્રીય ક્ષેત્રમાં પ્રશિક્ષણ ઉડાન ભરી રહ્યું હતું. આ દરમિયાન તેમાં ટેનનિકલ ખામી સર્જાઈ હતી. પાયલોટનો બચાવ થયો છે. દૂર્ધટનાને પગલે તપાસના આદેશ કરવામાં આવ્યાં છે.