બાંગ્લાદેશઃ હિન્દુ સંગઠનોના એકાઉન્ટ સસ્પેન્ડ કરવાના ટ્વીટરના નિર્ણયથી ધર્મગુરુઓમાં નારાજગી
દિલ્હીઃ બાંગ્લાદેશમાં નવરાત્રિ પર્વ દરમિયાન થયેલી હિંસાને પગલે હિન્દુઓમાં રોષ ફેલાયો છે. બાંગ્લાદેશમાં હિન્દુ અને મંદિરો ઉપર થયેલા હુમલાના બનાવો વધતા હિન્દુ ધર્મ ગુરુઓમાં પણ રોષ ફેલાયો છે. તેમજ ઈસ્કોન અને કેટલાક હિન્દુ સંગઠનોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અવાજ ઉઠાવ્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થયેલા હુમલાની તસ્વીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. જેના પગલે ટ્વીટર દ્વારા બાંગ્લાદેશમાં સ્થિત ઈસ્કોનનું ટ્વીટ એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં કાર્યરત હિન્દુ સંગઠનોના એકાઉન્ટ પણ સસ્પેન્ડ કર્યાં છે. જેના પગલે આધ્યામિક ગુરી સદગુરીએ ટ્વીટર ઉપર ગંભીર આભેપ કર્યો છે.
સદગુરૂએ ટ્વીટ કરીને લખ્યું છે કે, અપરાધિઓની રક્ષા કરાઈ રહી છે અને પીડિતોને દંડવામાં આવી રહ્યાં છે. ટ્વીટરની આ કેવી નિષ્પક્ષતા અને સમતા છે. ટ્વીટરની અત્યાચારી ભાવના સામે આવી રહી છે. ઈસ્કોનના યુધિષ્ઠિર ગોવિંદ દાસજીએ ટ્વીટરને કલાવ કર્યો હતો અને પૂછ્યું છે કે, ટ્વીટર ઉપર બાંગ્લાદેશ અને યુનિટીકાઉન્સિલ બાંગ્લાદેશ કેસ ઉપલબ્ધ નથી. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારની ઘટનાઓ વચ્ચે હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવતા ધાર્મિક ગુરૂઓમાં નારાગી ફેલાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દુઓ અને મંદિરો ઉપર કટ્ટરપંથીઓના હુમલાઓ વધ્યાં છે. જેના ઘેરા પ્રત્યાઘાત બાંગ્લાદેશ ઉપરાંત ભારતમાં પણ પડી છે. ભારતમાં પણ હિન્દુ સંગઠનોમાં નારાજગી ફેલાઈ છે. તેમજ કટ્ટરપંથીઓ સામે આકરી કાર્યવાહી કરવાની બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને માંગણી કરી છે. બીજી તરફ બાંગ્લાદેશ સરકાર પણ હરકતમાં આવી છે. વડાપ્રધાન શેખ હસીનાએ કટ્ટરપંથીઓ સામે આકરી કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રીને તાકીદ કરી છે.