ફિલ્મ ‘છિછોરે’ એ બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ જીત્યોઃ સાજીદ નડિયાદવાલાએ શુશાંત સિંહ રાજપૂતને ડેડિકેટ કર્યો એવોર્ડ
- બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ છિછોરે ફિલ્મના નામે
- સાજીદ નડિયાદવાલા એ સુશાંતને ડેડિકેટ કર્યો આ એવોર્ડ
મુંબઈઃ- ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપુત અભિનિત અને સાજિદ નડિયાદવાલા નિર્મિત ફિલ્મ છિછોરે શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ દરમિયાન સાજિદ નડિયાદવાલા એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. સાજિદે પોતાની પોસ્ટમાં આ નેશનલ એવોર્ડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને સમર્પિત કર્યો હતો. સાજિદની આ ટ્વિટ ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.
A Moment of Pride for all of us at NGE today as we’ve received the prestigious National Award for #Chhichhore! Thank you @initeshtiwari for this special movie!
We’re really grateful for all the love & dedicate this award to #SushantSinghRajput ♥️
– #SajidNadiadwala pic.twitter.com/YfxCxz95Mc
— Nadiadwala Grandson (@NGEMovies) October 25, 2021
દિવંગત અભિનેતાના ચાહકો દ્વારા સાજિદની આ હ્દય સ્પર્શી વાતોની પ્રશંસા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત ‘છિછોરે’ તે વર્ષની સૌથી ફેવરિટ ફિલ્મ બની હતી અને તેણે 65માં ફિલ્મફેર એવોર્ડ્સમાં પાંચ નોમિનેશન પણ મેળવ્યા હતા જેમાં બેસ્ટ ફિલ્મ, તિવારી માટે બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ ડાયલોગ અને બેસ્ટ એડિટિંગનો સમાવેશ થાય છે.
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો 67મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત કરવા પર, નિર્માતા સાજીદ નડિયાદવાલાએ છિછોરે ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલી સમગ્ર ટીમનો પણ આભાર માન્યો છે અને આ પુરસ્કાર ભારતના શ્રેષ્ઠમાંના એક સુશાંત સિંહ રાજપૂતની પ્રેમાળ સ્મૃતિને સમર્પિત કર્યો છે.
આ ફિલ્મને ઘણા પાસાઓથી વખાણવામાં આવી હતી અને તેના શાનદાર અભિનય ઉપરાંત, ફિલ્મે ભારતીય પરિવારોમાં પડઘો પાડ્યો હતો કે જીવનની સફર કરતાં વધુ મહત્ત્વની છે અને હાર એ જીત જેટલું જ મહત્ત્વનું છે. જીત અને હાર નચ્ચેની આ કહાનિ પ્રસંશકોને ઘણી લપંદ પડી હતી,