- હિમાચલ પ્રદેશના મનાલી શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા
- રિક્ટર સ્કેલ પર આચંકાની તીવ્રતા 4.3 નોંધાઇ
- જો કે જાનહાનિના કોઇ સમાચાર નથી
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના મનાલી શહેરમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર આચંકાની તીવ્રતા 4.3ની નોંધાઇ હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, મનાલી શહેરમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ડર અને ભયનો માહોલ જોવા મળતા તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે હાલમાં જાનહાનિના કોઇ સમાચાર મળ્યા નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે હિમાચલ પ્રદેશ નજીક મનાલીમાં રિક્ટર સ્કેલ પર 4.3ની તીવર્તાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ હિમાચલના મનાલીથી 108 કિમી ઉત્તર-પશ્વિમમાં નોંધાયું હતું.
નોંધનીય છે કે, અગાઉ હિમાચલના કિન્નોર જીલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે તેમાં કોઇ જાનહાનિના સમાચાર ન હતા. છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકાથી લોકો ભય અને ડરના માહોલમાં જીવી રહ્યાં છે. તે ઉપરાંત ઉત્તરાખંડમાં હિમસ્ખલન અને હિમવર્ષાને કારણે પણ 2 ટ્રેક્સના મોત થયાથી પણ લોકો ડરી ગયા છે.
ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 67થી વધુ લોકોના મોત નિપજ્યા છે. ધરતીકંપ પૃથ્વીના બાહ્ય સ્તરમાં અચાનક હિલચાલ દ્વારા પેદા થતી ઉર્જાના પરિણામે આવે છે.