રશિયાની 24 વર્ષની એક મહિલા જે 21 બાળકોની છે માતા , જાણો કઈ રીતે સંભાળે છે આટલા બધા સંતાનોને
- રશિયામાં એક 24 વર્ષની મહિલા સંભાળે છે 21 બાળકો
- તમામા બાળકોને તેણે નથી આપ્યો જન્મ
- તમામ બાળકોની તે કાળજી લઈ રહી છે
શું તમે સાંભળ્યું છે કે 24 વર્ષની કોઈ મહિલા 21 બાળકોની માતા હોય? નહી ને તો આ સાચું છે, રશિયાની એક 24 વર્ષીય મહિલાએ હાલમાં જ તેના 21માં બાળકનું પોતાના ઘરમાં સ્વાગત કર્યું છે. તમામ બાળકો સાથે એક મહિલાનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો પોસ્ટ કરતા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે, જ્યારે મહિલાએ પોતે આ અંગે સંપૂર્ણ માહિતી આપી છે અને તેના 21 બાળકો વિશેની સચ્ચાઈ વિશ્વ સામે રાખી છે.
વાત જાણે એમ છે કે આ મહિલા રશિયાના એક શહેરની છે. ‘ડેઈલી મેઈલ’ના ઓનલાઈન રિપોર્ટ પ્રમાણે અહી માહિતી આપવામાં આવી રહી છે,21 બાળકોના મહિલાનું નામ ક્રિસ્ટીના ઓટોર્ક છે. આ મહિલા હાલમાં જ 21મા બાળકની માતા બની છે. જો કે તેણીએ તમામ બાળકોને જન્મ આપ્યો નથી, તેમાંથી કેટલાકને દત્તક લીધા છે જ્યારે કેટલાકનો જન્મ સરોગસી દ્વારા થયો છે. ક્રિસ્ટીના ઓટર્કને બાળકોનો ઉછેર કરવાનો એટલો શોખ છે કે તે તેના તમામ બાળકો સાથે ખુશખુશાલ જીવન જીવી રહી છે.
આ સાથએ જ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે તે આ મહિલાએ તેના તમામ 21 બાળકોની સંભાળ રાખવા માટે 16 નેનીઓ પણ રાખી છે. મહિલાનો પતિ એક ખૂબ મોટો બિઝનેસમેન છે. ગયા વર્ષે માર્ચથી આ વર્ષના જુલાઈ વચ્ચે, મહિલાએ સરોગેટ દ્વારા માતાપિતા બનવા માટે લગભગ 1 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આટલું જ નહીં, મહિલા તેના તમામ બાળકોને ખૂબ શુશ રાખે છે, તે દરેકની દેખભાળ સારામાં સારી રીતે કરે છે અને તેમની સેવામાં કરોડો રૂપિયા ખર્ચે છે.
રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહિલાના પતિના આ બીજા લગ્ન છે. પહેલા લગ્નથી બે બાળકો પણ હતા અને તે બાળકો પણ આ મહિલા સાથે રહે છે, તેમના સહિત મહિલાને કુલ 21 બાળકો છે. એક ઈન્ટરવ્યુમાં મહિલાએ જણાવ્યું કે તે એક પ્રેક્ટિકલ માતા છે. તેણે કહ્યું કે હું દરેક સમયે બાળકોની સાથે છું જેથી તેઓ બધા ખુશ રહે અને માતાનો પ્રેમ મેળવી શકે.
મહિલાએ એમ પણ કહ્યું કે તે તે બધું જ કરે છે જે સામાન્ય રીતે દરેક માતા કરે છે. તેણીએ કહ્યું કે તે સ્ટાફ શેડ્યૂલના આયોજનથી લઈને પરિવાર માટે શોપિંગ સુધી બધું સંભાળી લવ છું. મહિલા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે, તે સતત તેના બાળકો વિશે અપડેટ પણ આપતી રહે છે.