AMC સંચાલિક સ્કૂલના વિદ્યાર્થીઓએ દિવાળીની શુભેચ્છા પાઠવતા 33 હજાર કાર્ડ તૈયાર કર્યાં
- કાર્ડના વેચાણથી થનારી રકમનો વિદ્યાર્થીઓના વિકાસમાં કરાશે ઉપયોગ
- માત્ર ત્રણ દિવસમાં જ વિદ્યાર્થીઓએ તૈયાર કર્યાં શુભેચ્છા કાર્ડ
અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. તેમજ બીજી તરફ લોકો દિવાળીની ખરીદીમાં જોતરાયાં છે. દરમિયાન અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં નવતર પ્રયોગ શરૂ કરાયો છે. મનપા સંચાલિક સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દિવાળીની શુભેચ્છા પાઠવતા 33 હજાર જેટલા કાર્ડ તૈયાર કરવામાં આવ્યાં છે. કાર્ડના વેચાણથી મળનારી રકમનો વિદ્યાર્થીઓના વિકાસ માટે કરવાનો મનપા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આગામી દિવસોમાં વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિઓ બહાર લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.
મનપાના શાસનાધિકારીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં આદ્યસાંસ્કૃતિનો આવિર્વભાવ થાય અને સાંસ્કૃતિક વારસાનું ટ્રાન્સફરમેશન થાય તેવા હેતુથી વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસ માટે સર્જનાત્મક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન મનપા સંચાલિત શહેરની 444 જેટલી શાળાઓમાં દિવાળીના ગ્રીટીગ્ઝ કાર્ડ તૈયાર કરવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. મનપા સંચાલિક સ્કૂલના વિદ્યાર્થીઓએ માત્ર ત્રણ દિવસમાં જ 33 હજારથી વધારે શુભેચ્છા કાર્ડ તૈયાર કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા કાર્ડનું રૂ. 10 અને રૂ. 20માં વેચાણ કરવામાં આવશે. શુભેચ્છાકાર્ડના વેચાણથી મળનારી રકનો વિદ્યાર્થીઓના વિકાસ માટે જે તે સ્કૂલને આપવામાં આવશે. એટલું જ નહીં રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ અનુસાર વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિ બહાર લાવવા માટે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મનપા સંચાલિક સ્કૂલના ધો-6થી 8ના લગભગ 55 હજાર જેટલા વિદ્યાર્થીઓએ કાર્ડ બનાવ્યાં છે.