અમદાવાદઃ દોઢ દાયકામાં ચિકનગુનિયાના સૌથી વધારે કેસ 2021માં નોંધાયાં
- શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો
- હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
- મનપાએ રોગચાળાને અટકાવવા શરૂ કરી કવાયત
અમદાવાદઃ ગુજરાતની હેરિટીઝ સીટી અમદાવાદ શહેરમાં વરસાદની વિદાય બાદ મચ્છરજન્ય રોગટાળો વકર્યો છે. તેમજ અત્યાર સુધીમાં ચિકનગુનિયાના લગભગ એક હજાર કેસ નોંધાયાં છે. મનપા તંત્ર દ્વારા યોગ્ય દવાનો છંટકાવ કરવામાં નહીં આવતા મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. એટલું જ નહીં 15 વર્ષમાં પ્રથમવાર સૌથી વધારે એક હજાર જેટલા કેસ નોંધાયાં છે. મચ્છરજન્ય રોગચાળો વકરતા સફાળા જાગેલા આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ અને ફોગિંગની કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. એટલું જ નહીં ખાનગી દવાખાનમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા રોગચાળાને વકરતો અટકાવવા કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચિકનગુનિયાના કેસમાં સત્તાવાર રીતે વધારો થયો હોવાનું જાણવા મળે છે. ડેન્ગ્યુના કેસમાં પણ વધારો થયો છે. ડેન્ગ્યુના બે હજાર જેટલા કેસ સામે આવ્યાં હોવાનું મનાઈ રહ્યું છે.
વર્ષ ચિકનગુનિયાના કેસ
2006 82
2007 28
2008 11
2009 1
2010 14
2011 43
2012 43
2013 349
2014 36
2015 14
2016 447
2017 257
2018 194
2019 183
2020 923