- ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે જીતના નશામાં ગળાડૂબ પાકિસ્તાન
- હવે પાકિસ્તાનના આ મંત્રીએ પણ જીતના નશામાં આપ્યું વિચિત્ર નિવેનદ
- ન્યૂઝીલેન્ડ પર રોષ હતો પરંતુ ભારત વચ્ચે આવી ગયું: ફવાદ ચૌધરી
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપમાં ભારતને મ્હાત આપીને પાકિસ્તાન પર જીતનો નશો સવાર થઇ ગયો છે જે હજુ ઉતર્યો નથી. પાકિસ્તાન જીતના જશ્નમાં એટલુ ડૂબી ગયું છે કે તેના નેતાઓ અને મંત્રીઓ પણ વિચિત્ર નિવેદન આપી રહ્યાં છે. હવે પાક.ના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ વિચિત્ર નિવેદન આપ્યું છે.
ટી-20 વર્લ્ડકપમાં હવે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ છે ત્યારે આ મેચ અંગે ફવાદ ચૌધરીને પૂછાતા તેઓએ લુચ્ચા હાસ્ય સાથે વિચિત્ર નિવેનદ આપ્યું હતું કે, હકીકતમાં તો ગુસ્સો ન્યૂઝીલેન્ડની ટીમ પર હતો, પરંતુ ભારત વચ્ચે આવી ગયું. જ્યારે દુબઇમાં મેચ જોવાના આયોજન અંગે પૂછાયું તો કહ્યું કે, હવે ઇન્ડિયાવાળું તો થઇ ગયું, હવે રોજ રોજ શું.
Asal Gusa tou #NewZealand Per Tha, Bechara #India to ayse hi Rasty min aa gaya : Fawad Chaudhry, Minister of Information and Broadcasting of Pakistan#PakvsIndia #IndvsPak #PakvsNz #PakvsNewzealand pic.twitter.com/W7e5j4Tcqt
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) October 26, 2021
અહીંયા ન્યૂઝીલેન્ડ પર પાકિસ્તાનના રોષનું કારણ એ છે કે વિશ્વ કપ પહેલા ન્યૂઝીલેન્ડ પાકિસ્તાનના પ્રવાસ જવાનું હતું તે પ્રવાસ રદ કર્યો હતો. ટીમે સુરક્ષાના કારણોનો હવાલો આપતા મેદાન પરત આવવાનો ઇનકાર કર્યો હતો અને હોટલના રૂમમાંથી જ ખેલાડીઓએ પોતાના દેશમાં વાપસી કરી હતી. તેનાથી પાક. ક્રિકેટ બોર્ડને પણ આર્થિક રીતે ખૂબ જ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.
અગાઉ પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદે પણ જીતના નશામાં અજીબોગરીબ નિવેદન આપ્યું હતું કે, પાકિસ્તાનની જીતમાં ભારત સહિત વિશ્વભરના મુસ્લિમોની લાગણી સામેલ છે. ભારતના મુસ્લિમો પણ મેચ દરમિયાન પાકિસ્તાનની સાથે હતા.