રાજકોટ શહેરમાં રોગચાળાના કેસ વધ્યા, સ્થાનિકોએ સતર્ક રહેવાની જરૂર
- રાજકોટમાં વધ્યા રોગચાળો
- લોકો પડી રહ્યા છે બીમાર
- તંત્રની સાથે લોકોએ પણ સતર્ક થવાની જરૂર
રાજકોટ: શહેરમાં તહેવાનો માહોલ તો જામ્યો છે, કોરોનાથી હવે લોકોને રાહત છે અને સાથે બજારો પણ ધમધમવા લાગ્યા છે, પણ ચીંતામાં વધારો પણ જોવા મળ્યો છે. વાત એ છે કે શહેર તેમજ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મિશ્ર વાતાવરણને કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે.
શહેરમાં વધતા જતા રોગચાળાને કારણે સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે ત્યારે રાજકોટ શહેર ઉપરાંત રાજકોટ ગ્રામ્ય પંથક માંથી પણ ડેન્ગ્યુના કેસો વધુ જોવા મળી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં 9 હજારથી વધુ તાવના કેસો નોંધાયા છે જયારે ડેન્ગ્યુના 25 જેટલા કેસ જિલ્લા આરોગ્યના ચોપડે નોંધાયા છે જેમાંથી 11 ડેન્ગ્યુના કેસ માત્ર શાપર-વેરાવળ માંથી નોંધાયા છે.
રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં પણ રોગચાળાએ માથું ઉંચકતા જિલ્લા આરોગ્ય તંત્રની ચિંતા વધી છે જેને લઇ ને જિલ્લા આરોગ્ય દ્વારા ઠેર ઠેર ફોગીંગ સહીતની કામગીરી હાથ ધરાયી છે. મહત્વની વાત એ છે કે કોરોનાથી તો લોકોને રાહત મળી છે પરંતુ લોકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે. એક તરફ રોગચાળાને લઈને કેસ વધી રહ્યા છે તો બીજી તરફ કોરોનાથી પણ લોકોએ બેદરકાર થવાની જરૂર નથી.