1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરત અથવા ભરૂચ નજીક દેશનો પ્રથમ મેગા ટેક્સટાઈલ પાર્ક સ્થપાય તેવી શક્યતા
સુરત અથવા ભરૂચ નજીક દેશનો પ્રથમ મેગા ટેક્સટાઈલ પાર્ક સ્થપાય તેવી શક્યતા

સુરત અથવા ભરૂચ નજીક દેશનો પ્રથમ મેગા ટેક્સટાઈલ પાર્ક સ્થપાય તેવી શક્યતા

0
Social Share

ગાંધીનગર: ગુજરાતમાં દેશનો પ્રથમ મેગા ટેક્સટાઈલ પાર્ક સ્થાપવાના ચક્રો ગતિમાન થયા છે.પ્રાઈમ મિનિસ્ટર મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ પાર્ક યોજના હેઠળ, ભારતનો પ્રથમ વિશાળ ટેક્સટાઇલ પાર્ક સુરત અથવા ભરૂચના ટેક્સટાઇલ હબ નજીક આવે તેવી શક્યતા છે. GIDC (ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) સૂચિત પાર્ક માટે 1,000 એકરથી વધુ જમીનના વિસ્તારને આખરી સ્વરૂપ આપવાના કાર્યવાહી શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સરકારે જાહેરાત કરી હતી કે મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ પ્રદેશો અને એપેરલ પાર્કની જગ્યાઓ સ્પર્ધાત્મક પસંદગી દ્વારા પસંદ કરવામાં આવશે. પરંતુ ગુજરાત સરકારને વિશ્વાસ છે કે રાજ્યને ભારતનો પ્રથમ PM-MITRA પાર્ક મળશે કારણ કે તે કાપડ ઉત્પાદન અને વેપારમાં અગ્રેસર છે. પ્રસ્તાવિત PM-MITRA યોજના અનુસાર, પાર્ક માટે ઓછામાં ઓછી 1,000 એકર જમીનની જરૂર છે.  ત્યારે GIDCએ નવસારી, ભરૂચ અને સુરત જિલ્લામાં જમીનની ઓળખ કરી છે. GIDC ની પ્લાનિંગ ટીમે ભરૂચના ચાર વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં  ખાનપુર-દેહ (812 હેક્ટર), ઉબેર (1,000 હેક્ટર), માલપુર (199 હેક્ટર) અને ખરેલી (622 હેક્ટર)માં જમીન ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે. ઉપરાંત  સુરત અને નવસારીમાં પણ નવી જમીન પણ જોવામાં આવી રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આ યોજના એક જ સ્થાને એક સંકલિત ટેક્સટાઇલ વેલ્યુ ચેઇન બનાવવાની તક આપશે જે તમામ વ્યવસાયિક પાસાઓ – સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગ/ડાઇંગ, પ્રિન્ટિંગ અને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગમાં ફેલાયેલી છે. આ પાર્કમાં કોમન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે તમામ ગ્રીનફિલ્ડ PM-MITRA પ્રોજેક્ટ્સને રૂ. 500 કરોડનું મહત્તમ ડેવલપમેન્ટ કેપિટલ સપોર્ટ (ડીસીએસ) આપવામાં આવશે. સામાન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે બ્રાઉનફિલ્ડ PM-MITRA પ્રોજેક્ટ્સને મહત્તમ રૂ. 200 કરોડ આપવામાં આવશે. તેમજ કાપડ ઉત્પાદન એકમોની વહેલી સ્થાપના માટે દરેક પાર્કને રૂ. 300 કરોડ કોમ્પિટિટિવનેસ ઇન્સેન્ટિવ સપોર્ટ (CIS) આપવામાં આવશે. PM-MITRA પાર્કમાં રૂ. 20,000 કરોડથી વધુનું રોકાણ અપેક્ષિત છે,

સૂત્રઓએ ઉમેર્યું હતું.  રાજ્ય ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલ અને કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશ, જે સુરતના સાંસદ છે, ગુજરાતમાં PM-MITRA યોજના હેઠળ પ્રથમ પાર્ક માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. કહેવાય છે. કે, સુરત અને નવસારીની નજીક જમીનની ઉપલબ્ધતા ઓછી હોવાથી, ભરૂચને PM-MITRA પાર્ક માટે સ્થળ તરીકે અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. (file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code