કોરોના રસીકરણ અભિયાનઃ હવે “હર ઘર દસ્તક” ઝુંબેશ શરૂ કરાશે
દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, સરકાર કોવિડ રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવા માટે આગામી મહિને મહારસીકરણ અભિયાન- દરેક ઘરે દસ્તક શરૂ કરવામાં આવશે. અભિયાન હેળઠ આગામી એક મિના સુધી તમામ રાજ્યોમાં આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈને રસી આપવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યના મંત્રીઓ સાથે વાતચીત દરમિયાન આ વાત કરી છે. બેઠકમાં કોરોના રસીકરણ અભિયાન અને પ્રધાનમંજ્ઞી આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય અવસંરચના મિશન પણ ચર્ચા કરાશે. આ મિશનનો સોમવારે જ પ્રારંભ કરવામાં આવ્યાં હતા. આ બેઠખમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણના રાજ્યમંત્રી ડો. ભારતી પ્રવીણ પવાર પણ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી માંડવિયાએ કહ્યું કે, દેશના 48 જિલ્લા એવા છે જ્યાં માત્ર 50 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જેને ધ્યાનમાં રાખીને હર ઘર દસ્તક રસીકરણ મહાઅભિયાનની યોજાના બનાવાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને ડામવા માટે રસીકરઅ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 104 કરોડથી વધારે લોકોએ કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યાં હતા. તેમજ રસીકરણને વધારે તેજ બનાવવામાં આવી છે. એટલું જ નહીં કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વે 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 6.50 કરોડ કોરોનાના ડોઝ આપવામાં આવ્યાં છે. અમદાવાદ શહેરમાં મતદાર યાદી અનુસાર 100 ટકા લોકોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. દેશના ગ્રામીણ વિસ્તારમાં રસીકરણ વધે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.