ASEAN-India Summit: આસિયાનની એકતા અને કેન્દ્રિયતા ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા: PM મોદી
- ASEAN-India Summitમાં પીએમ મોદીએ ભાગ લીધો
- આસિયાનની એકતા અને કેન્દ્રિયતા ભારતની પ્રાથમિકતા: પીએમ મોદી
- 18મી સમિટમાં દક્ષિણ ચીન સમુદ્ર, આતંકવાદ, સામાન્ય હિત સહિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા
નવી દિલ્હી: ગુરુવારે વર્ચ્યુઅલી યોજાયેલી 18મી આસિયાન-ભારત સમિટમાં પીએમ મોદીએ ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાને સમિટના મહત્વને સમજાવતા ભારતની ઇન્ડો-પેસિફિક મહાસાગર પહેલ અને આસિયાનનું વિઝન ફોર ધ ઇન્ડો-પેસિફિક આ ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગ અને સહિયારી દ્રષ્ટિ છે. આસિયાનની એકતા અને કેન્દ્રિયતા ભારતની પ્રાથમિકતા રહી છે.
આપને જણાવી દઇએ કે 18મી સમિટમાં દક્ષિણ ચીન સમુદ્ર, આતંકવાદ, સામાન્ય હિત સહિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલય અનુસાર, આ સમય દરમિયાન નેતાઓએ દક્ષિણ ચીન સાગરમાં શાંતિ, સ્થિરતા, સલામતી અને સુરક્ષા જાળવવા અને તેને પ્રોત્સાહન આપવા અને નેવિગેશન અને ઑવરફ્લાઇટની સ્વતંત્રતા સુનિશ્વિત કરવાના મહત્વની પુન:પુષ્ટિ કરી હતી.
સમિટ દરમિયાન પીએમ મોદીએ કોવિડ મહામારી બાદ અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે વૈવિધ્યસભર સપ્લાય ચેઇનના મહત્વને પણ ટાંક્યું હતું. આ સંદર્ભમાં ભારત-આસિયાન મુક્ત વેપાર કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, ભારતની ઇન્ડો-પેસિફિક મેરીટાઇમ પહેલ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે આશિયાનનું વિઝન આ ક્ષેત્રમાં આપણા સહિયાર વિઝન અને પારસ્પરિક સહકારનું માળખુ બનાવે છે.
બીજી તરફ આસિયાન દેશના નેતાઓએ આ ક્ષેત્રમાં વિશ્વાસુ સાથી તરીકે ભારતની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ખાસ કરીને કોવિડ મહામારી દરમિયાન વેક્સિન સપ્લાયના સંદર્ભમાં ભારતની કામગીરીની સરાહના કરી હતી. આસિયાન દેશના નેતાઓએ ભારતીય પેસિફિકમાં આસિયાનની આગવી ઓળખ માટે ભારતના સમર્થનનું સ્વાગત કર્યું અને આ ક્ષેત્રમાં ભારત-આસિયાન સહયોગને પ્રોત્સાહન આપવાની આશા વ્યક્ત કરી.