હવે કેપ્સૂલથી કોરોનાની સારવાર થશે, ટ્રાયલનો તીજો તબક્કો પૂર્ણ, ઇમરજન્સી ઉપયોગ માટે લેવાશે નિર્ણય
- હવે કેપ્સૂલથી પણ કોરોનાની સારવાર થશે
- ટ્રાયલનો ત્રીજો તબક્કો પૂરો
- ઇમરજન્સી ઉપયોગ માટે હવે લેવાઇ શકે છે નિર્ણય
નવી દિલ્હી: હવે કેપ્સુલ મારફતે પણ કોવિડની સારવાર શક્ય બનશે. ઓપ્ટિમસ ફાર્માએ આ માટે મોલનુપિરાવીર ઓરલ કેપ્સૂલનું નિર્માણ કર્યું છે. આ ઓરલ કેપ્સૂલના ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દવા નિર્માતા ઓપ્ટિમસ ફાર્માએ કહ્યું કે, કોવિડ વાયરસના સંક્રમણની સારવાર માટે મોલનુપિરાવીર ઓરલ કેપ્સૂલના ત્રીજા ફેઝનું ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું છે. 18 મે 2021એ હૈદરાબાદની ફર્મને CDSCO, સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશાલયના વિષય વિશેષજ્ઞ સમિતિની ભલામણો અનુસાર પરિક્ષણ કરવા માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા, ડીજીએચએસ અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને મંજૂરી મળી હતી.
આ મુદ્દે સલાહકાર સમિતિ 30 નવેમ્બરના રોજ બેઠક કરશે, આ બેઠકમાં હળવાથી લઇને મધ્યમ કોવિડ સંક્રમણની સારવાર માટે મોલનુપિરાવીરને ઇમરજન્સી મંજૂરી આપવા માટે મર્ક અને રિજબેંક આગ્રહ પર વિચાર કરવામાં આવશે. આ રીતે સારવાર કરી રહેલા લોકોમાં અભ્યાસના 10માં દિવસે 91.5 ટકાનો RT-PCR નેગેટિવ નોંધવામાં આવ્યો.
નોંધનીય છે કે, કેન્દ્રીય લાઈસેન્સિંગ પ્રાધિકરણની સમક્ષ ઓપ્ટિમસ પહેલી ફાર્મા કંપની છે, જેમાં ફેઝ 3 ના ક્લિનિકલ ટ્રાયલ રજૂ કર્યા. દાવા પર અધ્યયન દેશમાં 29 અલગ અલગ જગ્યાઓ પર આયોજિત કરવામાં આવ્યા હતા.