અમદાવાદઃ દિવાળીની રોનક જોવા મળી, વિવિધ વિસ્તારો અને બ્રિજો રોશનીથી શણગારાયાં
અમદાવાદઃ દિવાળીના તહેવારમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. શહેરીજનો ખરીદીમાં વ્યસ્ત બન્યાં છે. ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારો અને ઐતિહાસિક સ્થળોને લાઈટોની રોશનીથી શણગારવામાં આવ્યાં છે. શહેરમાં સાબરમતી નદી ઉપરના તમામ બ્રિજ ઉપર લાઈટીંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોર્પોરેશનની કમિટી બેઠકમાં શહેરમાં આવેલા તમામ બ્રિજ લાઈટથી શણગારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ તહેવારોના સમયમાં રસ્તાની સાફસફાઈમાં ખાસ તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે. દિવાળીના તહેવારોમાં આગ સહિતના આકસ્મિક બનાવોમાં વધારો થાય છે. જેથી મનપા સંચાલિક હોસ્પિટલોમાં 70 ટકા જેટલા સ્ટાફને હાજર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. શણગારવામાં આવશે અને રોડ રસ્તા ની સફાઈ કામ સારી રીતે કરવામાં આવે તેવી તકેદારી રાખવામાં આવે છે.
આ સમયમાં અકસ્માત તેમજ દાઝી જવાના કેસો માં વધારો જોવા મળે છે આથી મ્યુન્સીપાલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ મે 60કે 70ટકા સ્ટાફ કામ કરશે જેથી તમામ સ્ટાફ અને ડોક્ટરો હાજર રહે છે. આ ઉપરાંત ફાયરબ્રિગેડની ટીમ પણ એક્ટીવ રહેવાની સૂચના આપવામાં આવી છે.
(PHOTO-FILE)