- શું તમને પણ કોઇ વ્યક્તિએ વોટ્સએપ પર કર્યા છે બ્લોક
- તો તમે અહીંયા આપેલી ટિપ્સથી એ જાણી શકો છો
- અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરો
નવી દિલ્હી: આજે વોટ્સએપનો ઉપયોગ ચેટિંગથી માંડીને, પેમેન્ટ, ફાઇલ ટ્રાન્સફર, વીડિયો અને વોઇસ કોલિંગ સહિતની સુવિધાઓ માટે થાય છે. આજે વોટ્સએપ એ આપણા જીવનના અભિન્ન અંગ જેવુ બની ગયું છે. તેના વગર કોઇને પણ ચાલતું નથી. જો કે ક્યારેક મિત્ર સાથે વાતચીત કરતી વખતે કોઇવાર ઝઘડો કે તકરાર પણ થઇ જતી હોય છે, આ સમયે ક્યારેક કોઇ મિત્ર તમને બ્લોક પણ કરી દે છે. આ સમયે બ્લોક બાદ તમે તેને મેસેજ, કૉલ કે કઇ પણ નથી કરી શકતા. આજે અમે આપને બતાવીશું કે તમને કોઇએ બ્લોક કર્યા છે તે કઇ રીતે જાણશો.
વોટ્સએપ પર કોઇએ તમને બ્લોક કર્યા છે તો તે જાણવા અનેક ઉપાયો છે. પહેલા તો જો કોઇએ તમને બ્લોક કર્યા છે તે તો તમે તે યૂઝરની પ્રોફાઇલ ફોટો તેમજ લાસ્ટ સીન નહીં જોઇ શકો. બ્લોક હોય તો તમે યૂઝરનું ઑનલાઇન સ્ટેટસ પણ નથી જોઇ શકતા.
તમે સામે વાળા યૂઝરને મેસેજ મોકલીને પણ તેણે તેમને બ્લોક કર્યા છે કે નહીં તે ચકાસી શકો છો. જો મેસેજ મોકલ્યા બાદ તમને માત્ર સિંગલ ટિક જ દેખાય તો તમે બ્લોક છો તે ખબર પડે છે. જો કે ક્યારેક નેટ બંધ હોવાથી પણ સિંગલ ટિક દેખાય છે.
જો કોઇએ તમને બ્લોક કર્યા છે તો તમે તેને વોટ્સએપ પર કોલ નહીં કરી શકો. તમારો કોલ કનેક્ટ જ નહીં થાય. તે ઉપરાંત તમે એક ગ્રૂપ બનાવીને પણ તમે બ્લોક છો કે નહીં તે ચકાસી શકો છો. તે માટે તમારે એક ગ્રૂપ બનાવીને તે વ્યક્તિને તે ગ્રુપમાં એડ કરવાનો રહેશે જો એ વ્યક્તિએ તમને બ્લોક કર્યા હશે તો તમે તેને એ ગ્રુપમાં એડ નહીં કરી શકો.