બોલિવૂડ અભિનેતા યૂસુફ હુસેનનું 73 વર્ષની વયે નિધન -અનેક ફિલ્મી સિતારાઓ એ પાઠવી શ્રદ્ધાંજલી
- મશહૂક એક્ટર યૂસુફ હુસેનનું નિધન
- અભિષેક બચ્ચને પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલી પાઠવી
મુંબઈઃ- બોલિવૂડ જગતના અનેક ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને દર્શકોના દિલ જીતનારા અભિનેતા યૂસુફ હુસેનું આજે રોજ શનિવારે વહેલી સવારે નિધન થયું છે,મનોરંજન જગતના પ્રખ્યાત કલાકાર યુસુફ હુસૈનના નિધનની બોલિવૂડમાં શોકનું મોજૂ ફળી વળ્યું છે.
ફેમસ ડાયરેક્ટર હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર આ દુ:ખદ ઘટનાની માહિતી આપી હતી. હંસલ મહેતાએ યુસુફ હુસૈનને ખૂબ જ ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘મેં શાહિદના 2 શેડ્યૂલ પૂરા કર્યા હતા અને અમે અટવાઈ ગયા હતા. ફિલ્મ નિર્માતા તરીકેની અવિદ્યમાન કારકિર્દી લગભગ પૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં યુસુફ સાહેબ મારા મળી આવ્યા. તેણે મને તેના જમા કરેલા પૈસા આપ્યા. તે મારા સસરા નહિ પણ પિતા હતા.
RIP Yusuf Husain. pic.twitter.com/laP0b1U732
— Hansal Mehta (@mehtahansal) October 29, 2021
યુસુફ હુસૈને વિવાહ, ધૂમ 2, ખોયા ખોયા ચાંદ, રેડ સ્વાસ્તિક, કૂછ ના કહો,ક્રેઝી કક્કર ફેમિલી અને રોડ ટુ સંગમ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના મૃત્યુના સમાચારથી ઈન્ડસ્ટ્રી અને ચાહકોને આઘાત લાગ્યો છે. તેમના નિધન પર બોલિવૂડ સ્ટાર્સે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
#RIP Yusuf ji. We worked together in several films starting with Kuch na kaho and lastly on Bob Biswas. He was gentle, kind and full of warmth. Condolences to his family. 🙏🏽 pic.twitter.com/6TwVnU0K8y
— Abhishek Bachchan (@juniorbachchan) October 30, 2021
અભિનેતા અભિષેક બચ્ચને પોતાની પોસ્ટમાં યુસુફ હુસૈનને યાદ કરતી ફિલ્મ ‘બોબ બિસ્વાસ’માં વિતાવેલી ક્ષણોનો ઉલ્લેખ કર્યો છે. શોક વ્યક્ત કરતા અભિષેકે લખ્યું – #RIP યુસુફ જી. અમે ‘કુછ ના કહો’થી શરૂ કરીને ‘બોબ બિશ્વાસ’માં સાથે કામ કર્યું હતું. તમે હંમેશા મારા માટે નમ્ર, દયાળુ અને ગર્મજોશીથી ભરેલા લાગતા હતા. તમારા પરિવાર પ્રત્યે સંવેદના.
Sad News!!! Condolences to @safeenahusain @mehtahansal & the entire family!!! Rest in peace Yusuf saab🙏 https://t.co/q7CFbbEo95
— manoj bajpayee (@BajpayeeManoj) October 30, 2021
અભિનેતા મનોજ બાજપેયીએ ટ્વિટ કરીને લખ્યું છે કે , ‘દુખદ સમાચાર, યુસુફ હુસૈનને શ્રદ્ધાંજલિ, હંસલ મહેતા અને સમગ્ર પરિવારને શક્તિ મળે’. પૂજા ભટ્ટે લખ્યું, ‘આ સમાચારથી મારી આંખોમાં આંસુ આવી ગયા