દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તરપ્રદેશના પ્રવાસ બાદ આજે ઉત્તરાખંડ પહોંચ્યાં હતા. જ્યાં તેમણે ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને આકરા શબ્દોમાં ટકોર કરી હતી કે, સ્પષ્ટ બહુમતી એટલે ભ્રષ્ટાચાર મુક્ત શાસન કરવાનો અધિકાર. આ ઉપરાંત તેમણે કોઈ પણ રાજકીય પાર્ટી કે વ્યક્તિનું નામ લીધા વિના જ સ્પષ્ટ બહુમતનો અર્થ સમજાવીને કેન્દ્રની નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર, સુરક્ષા સહિતના મુદ્દે કામગીરીના વખાણ કર્યાં હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી આજે સવારે ઉત્તરાખંડ પહોંચ્યાં હતા. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરશે. એરપોર્ટ ઉપર તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, નીતિ વિષણ નિર્ણય લેતી વખતે અમે એવુ નથી વિચાર્યું કે, આગામી ચૂંટણી જીતુશું કે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માનવું છે કે, જેથી લાભાર્થીઓનું કલ્યાણ થાય છે કે નહીં. પૂર્ણ બહુમતનો અર્થ ભષ્ટ્રચાર મુક્ત શાસન કરવાનો અધિકાર છે. પૂર્ણ બહુમતી ટલે અત્યોદયની નીતિને જમીન ઉપર ઉતારવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અનેક સમસ્યાઓને પોતાના પારંપરિક સ્વરૂપથી અલગ રાખીને સ્થાયી સમાધાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ, આર્થિક, રક્ષા અને આંતરિક સુધારા આમ દરેક ક્ષેત્રોની સાથે સામાજીક ન્યાય અને ગરીબી નાબુદી માટે અનેક સુધારા કર્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે અમિત શાહ ઉત્તરપ્રદેશના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે લંબાણ પૂર્વકની બેઠક કરી હતી. તેમજ આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરી હતી. તેમજ નેતાઓ અને કાર્યકરોને 300 પ્લસ બેઠકનો મંત્ર આપીને ચૂંટણીમાં જીતની રૂપરેખા અંગે માહિતગાર કર્યાં હતા