કોરોનાને લઈને મહત્વની જાણકારી, ભારતમાં 19 વર્ષ સુધીના યુવાનોમાં કોવિડ-19નો ઈન્ફેક્શન રેટ વધારે
- કોરોનાને લઈને મહત્વની જાણકારી
- શું તમારી ઉંમર પણ 19 તો નથી ને?
- આ લોકોમાં સંક્રમણની સૌથી વધારે સંભાવના
કોરોનાવાયરસનું સંક્રમણ હવે દેશમાં થાળે પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, દેશમાં હવે પહેલાની જેમ કેસ નોંધવામાં આવી રહ્યા નથી, લોકોમાં કોરોનાવાયરસ સામે રક્ષણ આપતી રોગપ્રતિકારક શક્તિ પણ વધી છે ત્યારે કોરોનાને લઈને કરવામાં આવેલા અભ્યાસમાં મહત્વની જાણકારી આપવામાં આવી છે.
વાત એવી છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક સ્ટડી મુજબ ભારતમાં 19 વર્ષ સુધીના યુવાનોમાં કોવિડ-19નો ઇન્ફેકશન રેટ વધારે જોવા મળ્યો હતો. ખાસ કરીને મહિલાઓમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. કોરાનાના નોન વેરિએન્ટ ઓફ કર્સનની સરખામણીમાં ડેલ્ટા વેરિએન્ટનું સંક્રમણ વેકિસન લીધા પછી પણ વધારે જોવા મળ્યું છે.
ડેલ્ટા વેરિએન્ટનો ભોગ બનેલા દર્દીઓે પણ હોસ્પિટલમાં દાખલ થયેલા જોવા મળ્યા હતા. હોસ્પિટલમાં ભરતી થયેલાનો સૌથી વધુ મુત્યુઆંક પણ ડેલ્ટા વેરિએન્ટથી જ થયો હતો. જો કે ભારતની જેમ જ દુનિયામાં પણ કોરોના સંક્રમણ અને મુત્યુઆંક ઘટતો જાય છે જે સારી બાબત છે. ડેલ્ટા વેરિએન્ટના કારણે જ મુત્યુઆંક વધારે રહયો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ગત સપ્તાહ મહામારી વિજ્ઞાનમાં આપવામાં આવેલી જાણકારી મુજબ સ્ટડી નૉન વેરિએન્ટ ઓફ કર્સન (બી-૧) અને ડેલ્ટા વેરિએન્ટ સંક્રમણનો ભોગ બનેલા લોકો પર કરવામાં આવ્યો હતો.
યુરોપિયન ક્ષેત્રને બાદ કરતા લગભગ બધે જ સંક્રમણમાં આશાસ્પદ ઘટાડો થયો છે. મુત્યુઆંકમાં પણ અમેરિકા અને યુરોપને બાદ કરતા 10 ટકા જેટલા ઘટયા છે. ડેલ્ટા વેરીએન્ટ વિશ્વના 195 દેશોમાં જોવા મળે છે. બીટા વેરિએન્ટ 145 દેશો અને ગામા 93 દેશોમાં જોવા મળ્યા હતા. કોરોના વાયરસનું સૌથી વધારે આક્રમક અને ખતરનાક સ્વરુપ ડેલ્ટા વેરિએન્ટ રહ્યું હતું.