કિચન ટિપ્સઃ- ઘંઉના ખાખરા ખાઈને હવે બોર થઈ ગયા છો, તો ટ્રાય કરો હવે ચણાના લોટના તીખા ખાખરા
સાહિન મુલતાનીઃ-
- બેસનના તીખા ખાખરા ખૂબ જ ટેસ્ટિ ક્રિસ્પી હોય છે
- ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ રેડી થાય છે આ ખાખરા
દિવાળીનો તહેવાર આવી ગયો છે,અગિયારસ અને વાગબારસની સાથે આ તહેવારનો આરંભ થઈ ચૂક્યો છે, દિવાળીમાં ઘરની સજાવટચથી લઈને અવનવા નાસ્તાઓ બનતા હોય છે, આજકાલ માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં નાસ્તાઓ મળે છે જો કે ઘરના બનાવેલા નાસ્તાની મજા કંઈક જૂદી જ હોય છે, તો આજે આપણે વાત કરીશું બેસનમાંથી બનતા તીખા ખાખરા વિશે, આ ખાખરા ખૂબ જ ઓછી સામગ્રી અને તે પણ ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ બનીને તૈયાર થઈ જશે, બસ થોડી મહેનત માંગી લે છે પરતું સ્વાદમાં ખૂબજ સરસ ખાખરા બને છે.
બેસનના ખાખરા બનાવાની રીત
- સામગ્રી
- 500 ગ્રામ બેસન
- 3 ચમચી – આદુ-મરચાની જીણી વાટેલી પેસ્ટ
- અડધી ચમચી – હળદર
- 1 ચમચી – અજમો ( અધકચરો વાટી લેવો)
- 1 ચમચી – લાલ મરચું
- સ્વાદ પ્રમાણે – મીઠુ
- 2 ચપટી – સોડાખાર
- 4 ચમચી -તેલ મોળ માટે
- સૌ પ્રથમ બેસનને એક મોટા વાસણમાં ચારીલો, ત્યાર બાદ તેમાં મીઠું, અજમો આદુ મરચાની પેસ્ટ,હરદળ,સોડા ખાર,તેલ, લાલ મરચું નાખીને બરાબર હાથ વડે મિક્સ કરો, તેલનું મોળ બરાબર લોટમાં ભળી જાય તે રીતે મિક્સ કરીલો.
- હવે તેમાં જરુર પ્રમાણે થોડુ થોડુ પાણી નાખતા જાવ અને કઠણ લોટ બાંધી લો, લોટ બાંધીને તેને 10 મિનિટ પલાળવા દો, ત્યાર બાદ લોટને તેલ લગાવી લિસ્સો કરીલો,
- હવે તેના તદ્દન નાના નાના પુરી સાઈઝના લૂઆ કરીલો, હવે તેને બે પ્લાસ્ટિકની કોળી વચ્ચે રાખીને પાતળા ખાખરા જેવા વણીલો
- ખાખરા વણાય ગયા બાદ તેને પેપર પર રાખીને થોડી વાર 10 મિનિટ સુધી રહેવાદો.
- હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીલો, તેલ ગરમ થાય એટલે તેમાં ઘીમે ઘીમે ખાખરા નાખીને બન્ને સાઈડ બ્રાઉન થાય કાચા ન રહે તે રીતે તળીલો,
આ ખાખરા 15 થી 20 દિવસ સુધી સાચવી શકાય છે,જે ખાવામાં તીખા ટેસ્ટી અને ખૂબજ સરસ લાગે છે,તો આ દિવાળીમાં ઘરે જ બનાવો બેસનના ખાખરા
tags:
food