ગૂગલ દ્વારા હટાવવામાં આવી આ એપ્લિકેશન, શું તમારા ફોનમાં પણ આ એપ્લિકેશન તો ન હતી ને?
ગૂગલ દ્વારા આમ તો હંમેશા કંઇક ને કંઇક ચાલુ બંધ કરવામાં આવતું જ રહેતું હોય છે. ત્યારે હવે ગૂગલ પ્લે સ્ટોરએ એક એપ્લિકેશનને દૂર કરી છે. હવે આ એપ્લિકેશન પ્લે સ્ટોર પર જોવા મળશે નહી. વાત એવી છે કે વાસ્તવમાં, ગૂગલ પ્લેસ્ટોર પરથી 150 થી વધુ એપ્સ દૂર કરવામાં આવી છે, જે સામાન્ય યૂઝર્સ માટે જોખમી હતી.
ખરેખર ગૂગલ પ્લે સ્ટોર પર 150 એપ્સ UltimaSMS કેમ્પેનમાં સામેલ કરવામાં આવી હતી. આના દ્વારા છેતરપિંડી કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રીમિયમ એસએમએસ સેવા માટે સાઇન ઇન કરવા માટે યુઝર્સને લલચાવવા માટે ઉપયોગમાં લેવાતી એપ્સ, જે બાદ યુઝર્સની જરૂરી માહિતી ચોરાઈ ગઈ. જો તમારા સ્માર્ટફોનમાં પણ આવી એપ્સ સામેલ છે તો તેને તરત જ ડિલીટ કરો.
જાણકારી અનુસાર આજકાલ હેકર્સ લોકો નાની મોટી એપ્લિકેશનની રમતા રમતા હેક કરી નાખે છે. અને હવે ત્યારે આ એપ્લિકેશનની બાબતે Avast Antivirusએ તેના બ્લોગ પોસ્ટમાં માહિતી આપી છે કે, આ એપ્સ 10 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ બધી એપ્સ એ જ રીતે કામ કરતી હતી. આ એપ્સ, જે UltimaSMS કેમ્પેનનો ભાગ હતી, તે ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે પણ ઉપલબ્ધ હતી. જ્યારે યુઝર્સ આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરે છે. ત્યારે એપ્સ યુઝરના લોકેશન, IMEI અને ફોન નંબરને ટ્રેક કરશે અને પછીથી તેનો ઉપયોગ કરશે.
આ માટે સ્માર્ટફોનના સેટિંગ્સની મદદ લઈ શકો છો. ખરેખર, સ્માર્ટફોન ખોલો અને તેમાં હાજર સેટિંગ્સમાં જાઓ. ત્યાં તમને એપ્સ અને નોટિફિકેશન્સનો વિકલ્પ મળશે, જેમાં તમે ઉપલબ્ધ તમામ એપ્સ જોઈ શકશો. અથવા આ માટે ગૂગલ પ્લેસ્ટોરની મદદ પણ લઈ શકો છો.
જો કે ડેટા ચોરી કરીને ગુનાને આચરનારા લોકો કસ્ટમ કીબોર્ડ, QR કોડ સ્કેનર્સ, વિડિયો અને ફોટો એડિટર, સ્પામ કોલ બ્લૉકર, કૅમેરા ફિલ્ટર જેવી કૅટેગરીની ઍપનો સમાવેશ થાય છે. આ એપ્સનો IMEI નંબર, લોકેશન, ફોનનો કોન્ટેક્ટ નંબર મેળવ્યા બાદ સ્કેમર્સ નક્કી કરે છે કે કૌભાંડ કયા દેશમાં અને કઈ ભાષામાં કરવામાં આવશે.