વધારે પડતા કેળા ન ખાવા જોઈએ, શરીરને કરી શકે છે નુક્સાન
- વધારે કેળા ખાવાથી થાય છે નુક્સાન
- જાણો કેટલા કેળા ખાવા જોઈએ
- શરીરને ન થવા દો નુક્સાન
કેટલાક લોકો શરીરનું ધ્યાન રાખવા માટે કેટલાક પ્રકારના પગલા લેતા હોય છે. ડોક્ટર તથા ટ્રેઈનર દ્વારા જે પ્રકારની સલાહ આપવામાં આવે તેનું પાલન પણ કરતા હોય છે. પણ ક્યારેક એવું પણ બને છે કે લોકોને 3 કેળા ખાવાનું કીધુ હોય અને લોકો 4 કેળા ખાતા હોય છે. આ કારણોસર પછી તેમને વધારે તકલીફ પડતી હોય છે.
વાત એવી છે કે જો બજારમાંથી સ્વચ્છ પીળા રંગના કેળા લાવ્યા છો, પરંતુ થોડા જ દિવસોમાં તે પાકી જાય છે અને તેની છાલ પણ ભૂરા-કાળી રંગની દેખાવા લાગે છે. વધુ પાકેલા કેળા સ્ટાર્ચનું પ્રમાણ ઘટાડે છે. ધીમે ધીમે સ્ટાર્ચ ખાંડમાં ફેરવાય છે. વધુ ખાંડવાળા કેળા ખાવાથી ડાયાબિટીસમાં નુકસાન થઈ શકે છે.
કાચા કેળાને લીલા છાલ સાથે અવશ્ય ખાવું. તે થોડા ઓછા પાકેલા હોય છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ સારા માનવામાં આવે છે. તેમાં વધારે ખાંડ હોતી નથી. જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેઓ આ પ્રકારના કેળાનું સેવન કરી શકે છે. જ્યારે તમે તેને ખાઓ છો, ત્યારે તમને પેટ ભરેલું લાગે છે. તે પેટ માટે પણ હેલ્ધી છે. નિષ્ણાતો વારંવાર કાચા કેળા ખાવાની ભલામણ કરે છે, કારણ કે તે પેટ સાફ કરે છે, પાચન સુધારે છે. કબજિયાતની સમસ્યા દૂર થાય છે. લોકો લીલા કેળા ભરીને, શાકભાજી વગેરે ખાય છે.
જો કે કોઈ વ્યક્તિએ કેટલા કેળા ખાવા જોઈએ તે માટે ડોક્ટરની કે જાણકારની સલાહ અવશ્ય લેવી જોઈએ. જેથી કરીને તેઓને કોઈ પ્રકારની તકલીફ પડે નહી.