- એલન મસ્કની સંપતિમાં વધારો
- વોરેન બફેટ કરતા ત્રણ ગણી વધી
- નેટવર્થ 24 અરબ ડોલર વધીને 335 પર પહોંચી
ટેસ્લા ઇન્ક.ના શેરમાં તાજેતરમાં આવેલી તેજીથી એલન મસ્કની સંપત્તિ સતત વધી રહી છે. હવે તેણે એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. હવે તેમની સંપત્તિ વોરેન બફેટ કરતાં ત્રણ ગણી વધી ગઈ છે. મસ્કની નેટવર્થ 24 અરબ ડોલર વધીને 335.1 અરબ ડોલર પહોંચી ગઈ છે. તેનું કારણ એ હતું કે,ન્યૂયોર્કમાં ઇલેક્ટ્રિક ઓટો કંપનીના શેરમાં 8.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ,ત્યારબાદ એમેઝોન ઇન્કના જેફ બેસોઝના મુલાબલે તેમની વચ્ચેનું અંતર વધીને 143 અરબ ડોલર પર પહોંચ્યું છે. બર્કશાયર હેથવે ઇન્ક.ના ચેરમેન બફેટ 104.1 અરબ ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં 10મા સ્થાને છે. ટેસ્લાના શેરધારકોની સંપત્તિમાં પણ વધારો થયો છે. સિંગાપોર સ્થિત રિટેલ વેપારી લીઓ કોગુઆન ગયા સપ્તાહે કંપનીના ત્રીજા સૌથી મોટા વ્યક્તિગત શેરધારક તરીકે ઉભરી આવ્યા હતા.આ સાથે તેમની સંપત્તિ વધીને 12.1 અરબ ડોલર પર પહોંચી ગઈ છે. Larry Ellison, જેમણે સોફ્ટવેર બનાવતી કંપની Oracle કોર્પોરેશનને બનાવવામાં 44 વર્ષ ગાળ્યા હતા, તે 2018 થી ટેસ્લામાં એકમાત્ર મોટા રોકાણકાર છે. પરંતુ હવે તેમનો હિસ્સો 18.1 અરબ ડોલર સુધી પહોંચી ગયો છે, જે Oracle માં તેમના હોલ્ડિંગનો લગભગ ત્રીજા ભાગનો છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, બફેટનું મોટું દાન તેમની અને મસ્કની સંપત્તિ વચ્ચે વધતા જતા અંતરનું કારણ હોઈ શકે છે. દર વર્ષે બફેટ તેના બર્કશાયરના શેરનો એક ભાગ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સહિત વિવિધ ચેરીટેબલ સંસ્થાઓને દાનમાં આપે છે. 91 વર્ષીય બફેટે જૂનમાં જણાવ્યું હતું કે,તેમની ભેટોનું મૂલ્ય છેલ્લા 16 વર્ષમાં કુલ 41 અરબ ડોલર પર પહોંચી ગયું છે.
50 વર્ષના મસ્કે વીકેંડ દરમિયાન ફિલાથ્રોપી પર પોતાની વાત રાખી હતી. તેમણે યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ડિરેક્ટરને જવાબ આપ્યો છે, જેમણે મસ્ક જેવા અબજોપતિઓને ભૂખને સમાપ્ત કરવા માટે કામ કરવાનો પડકાર આપ્યો હતો. મસ્કે જવાબ આપતા કહ્યું કે,જો યુએન એજન્સી સમજાવી શકે કે તે વિશ્વમાં ભૂખમરાની સમસ્યાને હલ કરવા માટે આ નાણાંનો ઉપયોગ કેવી રીતે કરશે તો તેણે હવે 6 અરબ ડોલર મૂલ્યના શેર ખરીદ્યા હોત.
ટેસ્લાની કામગીરી પણ મસ્કની અદભૂત સંપત્તિ પાછળનું કારણ છે, જે રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી રહી છે. વિશ્વમાં ઓટોમોબાઈલના ભવિષ્યમાં કંપની મુખ્ય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. આગામી વર્ષોમાં, કંપની ઇલેક્ટ્રિક વાહનોના પ્રીમિયમ સેગમેન્ટમાં મોટા પાયે હાજર રહેશે.