ફેસબુકનું મોટૂ એલાન – બંધ થવા જઈ રહી છે ‘ફેસ રેકગ્નિશ સિસ્ટમ’, 1 અરબથી વધુ લોકોની ફેસ પ્રિન્ટ હટાવાશે
- ફેસબૂક બંધ કરવા જઈ રહ્યું છે ફેસ રેકગ્નિશ સિસ્ટમ
- 1 અરબથી વધુ લોકોના ફેસ પ્રિન્ટ હટાવાશે
દિલ્હીઃ- વિશ્વનું જાણીતી સોશિયલ મીડિયા ફેસબુક અવનવા ફેરફાર પોતાના પ્લેટફોર્મ પર કરતું રહેતું હોય છે ત્યારે હવે ફેસબુક દ્વારા મોટી જારેાત કરવામાં આવી છે.જો તમે ફેસબુક પર ફેસ રેકગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરો છો, તો પછી તમે ટૂંક સમયમાં આ સિસ્ટમનો ઉપયોગ કરી શકશો નહીં. ફેસબુકે કહ્યું છે કે તે તેની ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ બંધ કરશે અને એક અબજથી વધુ લોકોના ફેસપ્રિન્ટ્સ હટાવશશે.
જાણો શું છે ફેસબુક રિકગ્નિશ – જ્યારે કોઈ યૂઝર્સ તમને ફોટો ટેગ કરે છે, ત્યારે તે ફોટોમાં કેટલાક બીજા અજાણ્યા લોકો છે કે જેનાથી તમે પરિચીત નથી જેને ક્યારે.ય મળ્યા નથી, તેવા લોકોના ફોટો પર તમે જ્યારે કર્સર લઈ જશો ત્યારે ફેસબુક પ્રોફાઈલમા તેનું જે નામ હશે તે તેની ઓળખ કરે છે,અર્થાત કોઈ ફોટોમાં ટેગ કરેલા લોકોને ઓળખવાની જે સિસ્ટમ છે તેને રિકગ્નિશ કહેવામાં આવે છે જે હવે ફેસબુક દૂર કરવા જઈ રહ્યું છે,
આ બાબતે ફેસબુકની નવી પેરેન્ટ કંપની મેટા ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં ડેપ્યુટી હેડ જેરોમ પેસેન્ટી દ્વારા મંગળવારે પોસ્ટ કરવામાં આવેલા બ્લોગ મુજબ , “આ પગલું ટેક્નોલોજીના ઇતિહાસમાં ફેસ ઓળખના ઉપયોગ તરફ સૌથી મોટું પરિવર્તન હશે.”
બ્લોગ પોસ્ટ મુજબ , “ફેસબુકના એક તૃતીયાંશથી વધુ સક્રિય વપરાશકર્તાઓએ અમારા ચહેરાની ઓળખ સેટિંગ્સને સ્વીકારી છે અને તેમને ઓળખવામાં સફળ રહ્યા છે. આના પરિણામે એક અબજથી વધુ લોકો માટે ચહેરાની ઓળખ ટેમ્લેટ કાઢી નાખવામાં આવશે.” કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે ફેસબુકના દૈનિક સક્રિય વપરાશકર્તાઓમાંથી ત્રીજા કરતા વધુ અથવા 600 મિલિયનથી વધુ એકાઉન્ટ્સ, ચહેરાની ઓળખ તકનીકનો ઉપયોગ કરે છે.
ફેસબુકની નવી પેરન્ટ કંપની મેટા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં ડેપ્યુટી હેડ જેરોમ પેસેન્ટી દ્વારા મંગળવારે પોસ્ટ કરાયેલા બ્લોગ અનુસાર, “આ પગલું ટેક્નોલોજીના ઈતિહાસમાં ચહેરાની ઓળખના ઉપયોગ તરફ સૌથી મોટું પરિવર્તન હશે.” અમે ફેસબુક પર ફેસ રિકગ્નિશન સિસ્ટમ બંધ કરી રહ્યા છીએ. જેમણે પસંદ કર્યું છે તેઓ હવે ફોટા અને વિડિઓઝમાં જાતે ઓળખાશે નહીં, અને અમે એક અબજથી વધુ લોકોના વ્યક્તિગત ચહેરાની ઓળખ નમૂનાઓ દૂર કરીશું.’જો કે, ફેસબુકનું પગલું ઓટોમેટિક ઓલ્ટ ટેક્સ્ટ ટેક્નોલોજીને અસર કરશે જેનો ઉપયોગ કંપની અંધ અથવા દૃષ્ટિહીન લોકોના ફોટા ઓળખવા માટે કરે છે.