1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અરવલ્લીઃ મહિલાઓને લોન આપવાના બહાને લાખોની ઠગાઈ
અરવલ્લીઃ મહિલાઓને લોન આપવાના બહાને લાખોની ઠગાઈ

અરવલ્લીઃ મહિલાઓને લોન આપવાના બહાને લાખોની ઠગાઈ

0
Social Share

અમદાવાદઃ અરવલ્લી જિલ્લામાં સખી મંડળની 100થી વધારે મહિલાઓ સાથે લોન અપાવવાના બહાને છેતરપીંડી આચરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અજાણ્યા શખ્સોએ લોનના બહાને લાખોની છેતરપીંડી કરી હોવાની ઘટના પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. પોલીસે ગુનો નોંધીને છેતરપીંડી આચરનારાઓને ઝડપી લેવા તજવીજ આરંભી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં સખી મંડળની બહેનોનોને એક ફાઇનાન્સ સર્વિસ લોનના નામે મહિલાઓ પાસેથી નાણા ઉઘરાવ્યાં હતા. એક મહિલા પાસેથી રૂ. 2150 લેખે લગભગ 100થી વધારે મહિલા પાસેથી નાણા પડાવ્યાં હતા. લોનની રકમ નહીં મળતા મહિલાઓ ફાઈનાન્સ સર્વિસની ઓફિસ ગયા હતા. જ્યાં મહિલાઓ પહોંચી ત્યારે તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી મહિલાઓએ આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code