- સંયુક્ત આરબ અમીરાતમાં કચરાની સમસ્યા વધી
- હવે UAE કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરશે
- વર્ષ 2024 સુધીમાં યોજના શરૂ થશે
નવી દિલ્હી: સંયુક્ત આરબ અમિરાતમાં કચરાની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે ત્યારે હવે સંયુક્ત આરબ અમીરાતે એક નવતર પહેલ હાથ ધરી છે અને હવે તેઓ કચરાના નિકાલ માટે હવે કચરામાંથી જ વિજળી પેદા કરવાના છે. હવે તેઓ 2024 સુધીમાં કચરામાંથી વિજળી ઉત્પન્ન કરશે.
સંયુક્ત આરબ અમીરાતમાં અત્યારે કચરાનો પહાડ સતત વધી રહ્યો છે અને બીજી તરફ વીજળી માંગ સતત વધી રહી હોવાથી વીજળીની અછત પણ વર્તાઇ રહી છે. જો કે હવે યુએઇ એવી ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે જેનાથી કચરામાંથી વીજળી ઉત્પન્ન કરી શકાય. હવે કચરામાંથી વીજ ઉત્પાદન કરીને તેઓ ગેસ દ્વારા વીજળીની ઉત્પાદન પરની નિર્ભરતા પણ ઘટાડી દેશે.
યુએઇ આગામી સમયમાં 3 લાખ ટન કચરાનો નિકાલ કરશે જેના દ્વારા 28 હજાર ઘરને વીજળી મળી શકશે. દુબઇ પહેલું એવું શહેર હશે જ્યાં 2024 સુધીમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન થશે. સાથે જ વર્ષે તે 1.9 મિલિયન ટન કચરાનો નિકાલ પણ લાવશે.
આપને જણાવી દઇએ કે યુએઇ મોટા પાયે વીજળીનો ઉપયોગ કરે છે. ત્યાં કચરાની સમસ્યા પણ વ્યાપક છે. જેથી હવે તેઓએ કચરામાંથી જ વીજ ઉત્પાદન શરૂ કર્યું છે. દુબઇમાં એવા 6 સ્થળો છે જ્યાં કચરાના મોટા પહાડ ઉભા થઇ ગયા છે અને 400 એકર જમીન રોકી રાખી છે.
નોંધનીય છે કે, જો યુએઇ દ્વારા કચરાના નિકાલની સમસ્યા ના દૂર કરવામાં આવી તો 2041 સુધીમાં યુએઇમાં 58 લાખ વર્ગ મીટર ક્ષેત્રમાં આ કચરો ફેલાઇ જશે.