1. Home
  2. ગુજરાતી
  3. સાડીને સ્ટાઇલિશ લૂક આપે છે ક્રોપ ટોપ, તમે પણ કરી શકો છો ટ્રાય
સાડીને સ્ટાઇલિશ લૂક આપે છે ક્રોપ ટોપ, તમે પણ કરી શકો છો ટ્રાય

સાડીને સ્ટાઇલિશ લૂક આપે છે ક્રોપ ટોપ, તમે પણ કરી શકો છો ટ્રાય

0
Social Share
  • સાડીને હમેશાથી ખાસ લૂક આપે છે તેમનું બ્લાઉઝ
  • પહેરો આ પ્રકારના બ્લાઉઝ
  • તમે લાગશો ખુબ જ સુંદર

સાડી એક એથનિક વિયર છે,સાડીને પહેરવી એ હમેશાથી મહિલાઓની પસંદ રહી છે.કોઈ તહેવાર હોય કે પાર્ટી હોય અથવા સામાન્ય દિવસ હોય સાડી દરેકને એક નવો લૂક આપે છે.સાડી મહિલાઓ માટે કલર થી લઇને ફેબ્રિક,પેટર્ન વગેરેમાં એક વાઇડ રેંજ આપે છે. પરંતુ સાડીને હમેશાથી ખાસ લૂક તેમનું બ્લાઉઝ જ આપે છે.ઘણી વાર સાડી સાથે તેનું બ્લાઉઝનું કાપડ મળે છે અથવા ક્યારેક ક્યારેક સેમી સ્ટીચ બ્લાઉઝ પણ મળે છે,જે મહિલાઓ પોતાની રીતે બનાવે છે.

જોકે, હવે તે જરૂરી નથી રહ્યું કે,તમે સાડી સાથે હમેશા બ્લાઉઝ જ કેરી કરો,તમે તેની સાથે કંઇક નવું પણ ટ્રાય કરી શકો છો.જો તમે રેગ્યુલર લૂકથી દૂર રહીને સાડી પહેરવાનું મન બનાવી રહ્યા છો અને ખુદ ને સ્ટાઇલિશ ટચ આપવા માંગો છો,તો સૌથી સરળ રીત છે કે,તમે બ્લાઉઝની જગ્યાએ ક્રોપ ટોપ ને પહેરી શકો છો.આ દિવસોમાં ક્રોપ ટોપની સાથે સાડી પહેરવાનું એક ખાસ ચલણ ચાલી રહ્યું છે,તો ચાલો જાણીએ કે ક્રોપ ટોપની સાથે સાડી કઈ રીતે પહેરી શકાય છે.

વી નેક ક્રોપ ટોપ ખુબ જ સુંદર લાગશે

આ દિવસોમાં પ્લંજિંગ નેકલાઈન બ્લાઉઝનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.એવામાં તમે ક્રોપ ટોપથી એક સ્ટેટમેંટ લૂક ક્રિએટ કરવા માંગો છો તો તમે ખુદ ને સ્ટાઇલિશ દેખાવા માટે વી-નેક ક્રોપ ટોપને પહેરી શકો છો.જો તમે ઈચ્છો તો સાડીની અપોઝીટ કલર પણ ટ્રાય કરી શકો છો.

હાઈ નેક ક્રોપ ટોપ

તમે સાડી સાથે ખુદને સ્ટાઇલિશ દેખાવા માટે હાઈ નેક ક્રોપ ટોપને પેયર કરી શકો છો.આ લૂકથી તમે પાર્ટીમાં ખુબ જ સુંદર દેખાશો.જો તમે ઈચ્છો તો પ્રિન્ટેડ ફીટેડ હાઈ નેક ક્રોપ ને પણ કેરી કરી શકો છો,આ સાથે તમે ગળામાં ચોકરને પણ પહેરી શકો છો.

કોલર્ડ ક્રોપ ટોપ

જો તમે પોતાની સાડીને એક ટ્વિસ્ટ સાથે પહેરીને બધાને આકર્ષવા માંગો છો, તો સાડી સાથે કોલર્ડ ક્રોપ ટોપ ટ્રાય કરો. ઓફિસથી લઈને ફેસ્ટિવલ કે પાર્ટીમાં સાડીના લુક સાથે આ કોલર્ડ ક્રોપ ટોપ પહેરીને તમે સ્ટાઇલિશ દેખાઈ શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code