- જામનગરનો છે અનેરો ઈતિહાસ
- ફરવા માટે છે અહીં અનેક સ્થળો
- લખોટા તળાવ છે ફરવાલાયક સ્થળ
જામનગરની અંદર આમ તો ઘણી જગ્યાઓ જોવાલાયક છે. પરંતુ તેનું ખાસ આકર્ષણ લખોટા જીલ્લો છે. લખોટા જીલ્લો જામનગરનું મહત્વનું સંગ્રહાલય છે. આ કિલ્લાની આગાસી પર સુંદર શિલ્પોનો સંગ્રહ કરેલ છે. કોઠા બુરજ જામનગરનું શસ્ત્રાગાર હતું. અહીયા પ્રાચીન કુવો આવેલ છે જે જોવાલાયક છે. બુરજના ભોયતળીયેથી કાળુ પાડીને કુવામાંથી પાણી ખેંચી શકાય છે.
આ સિવાય ત્યાં રામજી મંદિર આવેલ છે જેણે અખંડ રામધુન માટે ગીનીઝ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મેળવેલ છે. ત્યાર બાદ અંતિમ ધામ પણ છે જેની અંદર રામાયણના સુંદર ચિત્રો કંડારવામાં આવ્યાં છે.
ત્યાર બાદ દરબાર ગઢ છે જે અર્ધગોળાકાર વિશાળ જગ્યાએથી જામનગરની જનતાને દર્શન આપતાં હતાં. અત્યારે અહીંયા દુકાનો આવેલી છે જ્યાં બાંધણીના સુંદર વસ્ત્રો મળે છે.
ત્યાર બાદ અહીંયા બાલા હનુમાનનું પણ મંદિર આવેલ છે જ્યાં દિવસ રાત 24 કલાક સુધી સતત જયરામ શ્રી રામ જય જય રામની ધુન ચાલ્યા કરે છે અને આ મંદિરે પણ ગીનીઝ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મેળવ્યું છે.