રાજકોટમાં તહેવાર બાદ રોગચાળો વકર્યો, લોકોએ સતર્ક રહેવાની જરૂર
- તહેવારના સમયમાં રોગચાળો વકર્યો
- લોકોએ સતર્ક રહેવાની જરૂર
- સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધ્યા
રાજકોટ: સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટ શહેરમાં તહેવારના સમયમાં ખૂબ ભીડ જોવા મળી છે. લોકો હજુ પણ તહેવારના માહોલમાંથી બહાર આવ્યા નથી ત્યારે આવામાં રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધ્યા છે અને સાથે કોરોનાવાયરના કેસ પણ વધ્યા છે. વાત એવી છે કે દિવાળી પર્વ પૂર્ણ થતાની સાથે જ સૌરાષ્ટ્રમાં કોરોના ના કેસ વધ્યા છે.એક સાથે 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
જો વાત કરવામાં આવે કોરોનાવાયરસના કેસની તો રાજકોટમાં 4, જૂનાગઢમાં 3, ભાવનગરમાં 2 સહીત 11 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો શહેરમાં છેલ્લા 7 દિવસમાં 46 ડેન્ગ્યુના કેસો સામે આવ્યા છે આમ અત્યાર સુધીમાં 319 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે.
બીજી બાજુ મેલેરિયાના 3 કેસ સામે આવતા અત્યાર સુધીમાં 48 કેસ નોંધાયા છે. જ્યારે ચિકનગુનિયાનો 1 કેસ નોંધાતા અત્યાર સુધીમાં 22 કેસ સામે આવ્યા છે. રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. જેને પગલે રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા 46 હજાર ઘરમાં ડેન્ગ્યુના પોરા અંગે કામગીરી હાથ ધરાઇ છે જ્યારે 4680 ઘરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી છે.