મેરઠ સહિત 9 જિલ્લાના રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી, આતંકવાદીઓએ મોકલ્યો ધમકીભર્યો પત્ર; પોલીસ હાઈ એલર્ટ પર
- મેરઠ સહિત 9 જિલ્લાના રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી
- આતંકવાદીઓએ મોકલ્યો ધમકીભર્યો પત્ર
- ધમકીભર્યા પત્રથી યુપી પોલીસ પ્રશાસનની ઉંઘ થઇ હરામ
લખનઉ:ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના સિટી રેલ્વે સ્ટેશન પર મંગળવારે બપોરે 3.30 કલાકે એક ધમકીભર્યો પત્ર પહોંચ્યો હતો.આ ધમકીભર્યા શંકાસ્પદ પત્રથી યુપી પોલીસ પ્રશાસનની ઉંઘ હરામ થઈ ગઈ છે.આ પત્રમાં મેરઠ સહિત અનેક જિલ્લાના રેલવે સ્ટેશનોને 26 નવેમ્બર અને 6 ડિસેમ્બરે ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ સંદર્ભે, જીઆરપી દ્વારા રેલ્વે સ્ટેશન પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે.
ખરેખર, મેરઠ સિટી રેલ્વે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા સામાન્ય પોસ્ટ દ્વારા એક પત્ર મળ્યો છે. આ પત્રમાં યુપીના 9 રેલવે સ્ટેશન અને 7 મુખ્ય મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સાથે જ લખ્યું હતું કે,હું મારા જેહાદીઓના મોતનો બદલો ચોક્કસ લઈશ. ભગવાન મને માફ કરો, અમે ભારતનો નાશ કરીશું.
26 નવેમ્બરે ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, મુઝફ્ફરનગર, અલીગઢ, ખુર્જા, કાનપુર, લખનઉ, શાહજહાપુર સહિત અનેક રેલવે સ્ટેશનો બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ સિવાય 6 ડિસેમ્બરે હનુમાનગઢી, રામજન્મભૂમિ, અલ્હાબાદ, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને સહારનપુર સહિત યુપીના અનેક મંદિરોને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. જોકે, આ પહેલા રેલવે સ્ટેશન પર ત્રણ ધમકીભર્યા પત્રો આવ્યા છે.