કિચન ટિપ્સઃ- માત્ર આ બે ડ્રાયફ્રૂટમાં સાંકળ અને ઘી ઉમેરીને આ રીતો બનાવો શિયાળું પાક
- કાજૂ બદામમાંથી બનાવો સાકર પાક
- ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે
શિયાળાની ઋતુ આવી ગઈ છે,હવે સાંજ અને સવારના નાસ્તામાં કાજૂ-બદામ વાળા પાક ખાવાની સિઝન છે, શિયાળું પાક ખાસ કરીને કાજૂ,બગામ,ઘી પિસ્તા સાંકળ,ખજૂબ વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા હોય છે, ઘણા લોકોને શિયાળું પાકમાં વાપરવામાં આવતા સૂંઠ, ગુંદર વદેરે પસંદ હોતા નથી જેને લઈને તેઓ શિયાળું પાક જેને વાસણા પણ કહેવામાં આવે છે તે ખાવાનું ટાળે છે, ઘણા લોકોને ખાલી કાજૂ અને બદામ ખૂબ ભાવતા હોય છે, તો હવે આવા લોકો માટે એક સરસ મજાનો શિયાળું પાક બનાવતા શીખીશું જેમાં માત્રને માત્ર કાજૂ બદામ,ઘી અને સાંકળની જ જરુર પડે છે.
સામગ્રી
- કાજૂ- 200 ગ્રામ
- બદામ- 200 ગ્રામ
- સાકર- 200 ગ્રામ
- ઘી – 400 ગ્રામ
કાજૂ બદામનો સાકર વાળો પાક બનાવવાની રીત
- સૌ પ્રથમ કાજૂને અને બદામને મિક્સરમાં બરાબર ક્રશ કરીલો, તદ્દન જીણુ ક્રશ કરવું
- હવે સારકને પણ મિક્સરની જારમાં એકદમ જીણી ક્રશ કરીલો
- હવે એક કઢાઈમાં ઘી ને થોડુ ગરમ થવાદો, ઘી ગરમ થવા લાગે એટલે તેમાં કાજૂ અને બદામના પાવડરને બરાબર શેકીલો, ત્યાર બાદ 2 મિનિટ રહીને ગેસ બંધ કરીલો
- હવે દળેલી સાકરને આ મિશ્રણમાં મિક્સ કરીને બરાબર મિક્સ કરીદો,
- હવે આ પાક બનીને તૈયાર છે તે ઠંડો પડી જાય એટલે તેને એક ડબ્બમાં ભરીલો, જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે 1 અથવા 2 મચમી ખાઈ લો, ખાસ કરીને સવારે ભૂખ્યા પેટે ખાવાથી તેનો ઘણો ફાયદો થાય છે. આ સાથે જ સાંજના નાસ્તામાં 2 ચમચી ખાઈ શકો છો.
tags:
kithen tips