1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. “ઉડતા ગુજરાત” : 1600 કિમી લાંબો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન

“ઉડતા ગુજરાત” : 1600 કિમી લાંબો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સની તસ્કરીના બનાવોમાં વધારો થયો છે. યુવાધનને ડ્રગ્સના ઝેરથી બચાવવા માટે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ માફિયાઓ અને હેરાફેરી કરનારાઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવ્યું છે. જો કે, 1600 કિમી લાંબા દરિયાકાંઠા વિસ્તારમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થાના અભાવને કારણે ડ્રગ્સ માફિયાઓ માટે દરિયાકાંઠાનો વિસ્તાર સ્વર્ગ સમાન બન્યો હોવાનું મનાઈ રહ્યું છે.

તાજેતરમાં મુંદ્રા બંદર ઉપરથી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. એટલું જ નહીં કચ્છ સરહદ પાસેથી અગાઉ અવાર-નવાર ડ્રગ્સનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. દરમિયાન ગણતરીના કલાકોમાં જ પોલીસે ખંભાળિયા, સુરત અને સાણંદમાંથી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે કવાયત શરૂ કરી છે. સરહદ પાર બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયાનો અને દરિયાકાંઠાનો ડ્રગ્સની તસ્કરી માટે ઉપયોગ કરતા હોવાનું મનાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાંથી એલસીબી અને એસઓજીની ટીમે એક પરપ્રાંતિય પાસેથી 66 કિલો હેરોઈન અને એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની આતંરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 350 કરોડ જેટલી હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં પોલીસે અમદાવાદમાં સરખેજ-સાણંદ હાઈવે પરથી તથા સુરતમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી એસઓજીએ બે શખ્સોને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત સુરતમાંથી રૂ. 6 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી.

તાજેતરમાં જ તાજેતરમાં જ મુદ્રાં બંદર ઉપરથી રૂ. 3 હજાર કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો હતો. આ ડ્રગ્સનો જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં કસ્ટમની આંખમાં ધૂળ નાખવા માટે ડ્રગ્સ માફિયાઓ ટેકલમ પાઉડર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે, સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. પાકિસ્તાન અને દુનિયાના અન્ય દેશોમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓએ ભારતના યુવા ધનને ડ્રગ્સના રવાડે ચડાવવાના રેકેટનો પર્દાફાશ કરવાની સાથે ડ્રગ્સ માફિયાઓ અને પેડલરોને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ મોટાપાયે અભિયાન શરૂ કર્યું છે.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code