રાજસ્થાનની અરવલ્લીની પર્વતમાળામાં જોવા મળ્યો ગુલાબી રંગનો દીપડો !
- વન્યજીવ સંરક્ષકે દીપડાના પાડ્યા ફોટા
- ચાર દિવસના પ્રવાસ જોવા મળ્યો દીપડો
- અગાઉ આફ્રીકામાં જોવા મળ્યો હતો ગુલાબી દીપડો
- 1910માં ભારતમાં સફેદ દીપડો દેખાયો હતો
દિલ્હીઃ ભારતના જંગલોમાં સિંહ, વાઘ, હાથી અને દીપડા સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે અને અવાર-નવાર તેમના ફોટા પણ સામે આવે છે. પરંતુ રાજસ્થાનની અરવલ્લીની પર્વતમાળામાં ગુલાબી રંગનો દીપડો જોવા મળતા વનવિભાગના અધિકારીઓ સહિતના લોકો પણ ચોંકી ઉઠ્યાં હતા. એક વન્યજીવ સંરક્ષકએ ચાર દિવસ સુધી દીપડાની શોધખોળ કર્યા બાદ તેને મળી આવતા તેમણે કેમેરામાં તેના ફોટા પાડ્યાં હતા.
રિપોર્ટ અનુસાર દેશમાં સામાન્ય રીતે પીળો અને કાળા ટપકીવાળા દીપડા જોવા મળે છે. દરમિયાન રાજસ્થાનમાં અરવલ્લીની પર્વતમાળાઓમાં રાણકપુર ખાતે ગુલાબી રંગનો દીપડો જોવા મળ્યો હોવાનું જાણવા મળે છે. ઉદયપુરના વન્યજીવ સંરક્ષક અને ફોટોગ્રાફર હિતેશ મોટવાણીએ જણાવ્યા અનુસાર, તેમમે આ ગુલાબી રંગના દીપડાના ફોટા કેપ્ચર કર્યા છે. ચાર દિવસથી મુસાફરીના અંતે તેમને આ દીપડો જોવા મળ્યો. આ દીપડાની ઉમર 5-6 વર્ષ હોવાનુ મનાઈ રહ્યું છે. રાણકપુર અને કુંભલગઢના સ્થાનિકોએ એમ પણ જણાવ્યુ હતુ કે, તેમણે તેમના વિસ્તારમાં ઘણીવાર મોટી બિલાડી જોઈ છે, જે ગુલાબી રંગની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગુ વર્ષ 1910માં ભારતમાં પ્રથમવાર સફેદ ડીપડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2012 અને વર્ષ 2019માં દક્ષિણ આફ્રિકામાં ગુલાબી રંગના દીપડા જોવા મળ્યા હતા. દરમિયાન રાજસ્થાનમાં ગુલાબી રંગનો દીપડો જોવા મળતા લોકો પણ ચોંકી ઉઠ્યાં છે.