ગુરુ નાનક દેવજીની 552મી જન્મ જયતિંએ ભારતીય શીખો કરશે નાનકાના સાહેબના દર્શન- પાકિસ્તાને 3 હજાર શીખોને આપ્યા વિઝા
- નાનકના સાહેબના દર્શન કરી શકાશે
- પાકિસ્તાને 3 હજાર શીખોને આ માટે વિઝા આપ્યા
દિલ્હીઃ- પાકિસ્તાન દ્રારા વિતેલા દિવસને શુક્રવારના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ 17 થી 26 નવેમ્બર દરમિયાન યોજાનારી ગુરુ નાનક દેવજીની 552મી જન્મજયંતિમાં ભાગ લેવા માટે 3 હજાર ભારતીય શીખ શ્રદ્ધાળુઓને વિઝા આપ્યા છે. શીખ પ્રવાસીઓ નનકાના સાહિબમાં ગુરુદ્વારા જન્મસ્થાનની મુલાકાત લઈ શકશે.
આ વિઝા ધાર્મિક સ્થળોની મુલાકાત માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1974ના દ્વિપક્ષીય પ્રોટોકોલની જોગવાઈ હેઠળ જારી કરવામાં આવ્યા છે. ભારતીય તીર્થયાત્રીઓ ગુરુદ્વારા નનકાના સાહિબ અને ગુરુદ્વારા કરતારપુર સાહિબ સહિત વિવિધ ગુરુદ્વારાની મુલાકાત લઈ શકશે.
આ સમગ્ર બાબતે પાકિસ્તાન હાઈ કમિશને ટ્વિટ કર્યું છે અને કહ્યું છે કે બાબા ગુરુ નાનકની 552મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ ભારતના પાકિસ્તાન હાઈ કમિશને લગભગ 3 હજાર ભારતીય શીખ પ્રવાસીઓને વિઝા આપ્યા છે.આ સાથે જ આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં પાકિસ્તાન હાઈ કમિશન શીખ ધર્મના સ્થાપકની 552મી જન્મજયંતિ પર ભારત અને સમગ્ર વિશ્વમાં શીખ સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ આપે છે.