ઝારખંડઃ 40 વર્ષથી વોન્ટેડ નક્સલવાદી અને તેની પત્નીની પોલીસે કરી ધરપકડ
દિલ્હીઃ ભારતમાં નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન આરંભ્યું છે. દરમિયાન પ્રતિબંધિત નક્સલી સંગઠન ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માઓવાદીના ટોચના નક્સલવાદી પ્રશાંત બોસ ઉર્ફે કિશન દા ઉર્ફે મનિષ બૂઢા અને તેની પત્ની શીલા મરાંડીને ઝારખંડ પોલીસે ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળે છે. નક્સલવાદી પ્રશાંત બોસ છેલ્લા 40 વર્ષથી વોન્ટેડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રશાંત બોસ માઓવાદીઓના પોલિટ બ્યુરોનો સભ્ય છે અને તેના પર ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેની ધરપકડથી અન્ય રાજ્યોમાં માઓવાદી પ્રવૃત્તિઓ પર તેનો પ્રભાવ હતો. પ્રંશાતની માહિતી ગુપ્તચર વિભાગને મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને તેને અને તેની પત્નીને ઝડપી લાધા હોવાનું જાણવા મળે છે.
પત્ની શીલા પણ માઓવાદીની ટોચની સેન્ટ્રલ કમિટીના સભ્ય હોવાની સાથે સાથે મહિલા માઆવોદીના સંગઠનની પ્રમુખ છે. પ્રશાંતની વય 80 વર્ષની છે અને તેની પત્ની 70 વર્ષની છે. છેલ્લા 40 વર્ષથી વોન્ટેડ પ્રશાંત બોસ અને તેની પત્નીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે.
તેમની પૂછપરછમાં અન્ય નક્સલવાદીઓની માહિતી મળવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. પ્રશાંતને ઝારખંડ-બિહારમાં માઓવાદીઓનો સુપ્રીમ કમાન્ડર માનવામાં આવે છે. તે 100થી વધુ નક્સલવાદી ઘટનાઓમાં વોન્ટેડ હતો