- ફોગાટ બહેનોનું શાનદાર પ્રદર્શન
- ચેમ્પિયનશિપમાં જીત્યા મેડલ
- સંગીતાને ગોલ્ડ, ગીતાને સિલ્વર
દિલ્હી :નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ફોગાટ બહેનોનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું છે. લાંબા સમય બાદ પરત ફરી રહેલી ગીતા ફોગાટે સિલ્વર મેડલ મેળવ્યો છે. ગીતાએ છેલ્લે 2017માં નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો જ્યારે તેણે ફાઇનલમાં સરિતાને હરાવી હતી. સરિતાએ પાછળથી કહ્યું, ‘વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ મારું મનોબળ ઊંચું હતું. મેં મારા હુમલા પર કામ કર્યું અને મને ખુશી છે કે, મેં જે પ્રેક્ટિસ કરી છે તેનું ફળ મળ્યું છે.
સંગીતા ફોગાટે સિલ્વર મેડલ જીત્યો હતો. સરિતા મોરે શુક્રવારે 59 કિગ્રાની ફાઇનલમાં ગીતા ફોગાટને હરાવીને તેના સ્ટેમિના અને કૌશલ્યનું સારું ઉદાહરણ રજૂ કર્યું. બીજી તરફ દિવ્યા કાકરાન અને સાક્ષી મલિક જેવા કુસ્તીબાજોને હારનો સામનો કરવો પડ્યો હતો.
ગીતાની નાની બહેન સંગીતાએ 63 કિલોગ્રામનો ખિતાબ જીત્યો હતો. આ વજન વર્ગમાં મનીષાએ સાક્ષી મલિકને 6-1થી હરાવ્યો હતો. રિયો ઓલિમ્પિક 2016ની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ કરી રહી છે અને સ્થાનિક સ્પર્ધાઓમાં હારનો સામનો કરી રહી છે. સંગીતાને તેની પ્રથમ મેચમાં પંજાબની લવલીન કૌર તરફથી સખત પડકારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તે પછી તેણે આગામી દરેક મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું.
ગીતાએ કહ્યું કે સિલ્વર મેડલ જીતીને તે ખુશ છે. “જીત અને હારથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જે પ્રકારની હાર થઈ રહી છે તે દુઃખદાયક છે,” તેમણે કહ્યું. ફાઇનલમાં હું મારી વ્યૂહરચના મુજબ રમી શકી નહોતી. મેં સરિતાને પ્રભુત્વ મેળવવાનો મોકો આપ્યો.