વસાણામાં નાખવામાં આવતો ગુંદર આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી -જાણો તેને ઠંડીમાં ખાવાથી શું થાય છે ફાયદા
- ગુંદરનું સેવન કમરના દુખાવામાં આપે છે રાહત
- દરેક શિયાળું પાકમાં ગુંદર નાખવામાં આવે છે
- શિયાળઆમાં ગુંદરનું સેવન ફઆયદો કરે છે
શિયાળો આવતાની સાથે દરેક ઘરોમાં વાસણા બનાવવામાં આવે છે જેને આપણે શિયાળું પાક તરીકે ઓળખીએ છીએ, જેમાં અળદ,ખજૂર પાક, ઘી ગોળનો પાક,લાડુ,મેથી વગેરે જેવા ગુણકારી વાસણા બનાવાય છે તેમાં કાજૂ બદામથી લઈને અન્ક વસ્તુઓ નાખવામાં આવે છે,તેમાંનું એક છે ગુંદર, ઠંડીમાં ગરમ વસ્તુઓ ખાવી જોઇએ. એવામાં આપણે લસણ, આદુ, મરી ઉપરાંત સૂંઠના લાડુ અથવા ગુંદરનો લાડુનું સેવન કરીએ છીએ. આટલું જ નહીં લોકો ઠંડીમાં ગુંદરને ઘી માં શેકીને ખાઇએ છીએ. ગુંદર એટલો ગુણકારીહોય છે કે તેના સેવનથી હાથ,પગ અને કમરના દુખાવામાં રાહત મળે છે, આ સાથે જ ડાયાબિટીઝના દર્દીઓ માટે પમ તે ખાસ છે,ગુંદરમાં વેઈટલોસનો ગુણ પણ જોવા મળે છ.
જાણો ગુંદર ખાવાથી થતા ફાયદાઓ
- રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે
- ગુંદરનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે,જેથી શિયાળામાં દરોરોજ સવારે ગુંદર લાળા લાડવા કે પાક ખાવો જોઈએ.
- ગુંદરના લડ્ડુ સ્તનપાન કરાવતી મહિલાઓને પરંપરાગત રીતે ખવડાવામાં આવે છે. તેનાથી દૂધના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે અને ગુંદરમાં રહેલા બીજા તત્વોને કારણે શરીરને પૌષ્ટિક ઘટકો મળે છે.
- ગુંદર ખાવાથી કે તેમાંથી બનેલી ચીજોનું સેવન કરવાથી હૃદયરોગનો ખતરો ઘટી જાય છે અને માંસપેશીઓ મજબૂત બને છે.
- ગુંદર તળતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તે બળી ન જાય અને વધારે પડતો બ્રાઉન ન થઈ જાય. આમ થવાથી તેનો સ્વાદ કડવો થઈ જાય છે.
- ગુંદરને ઘીમાં શેકીને પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે, જે હાડકાઓને મજબૂત કરે છે.
- જે લોકો વેઈટ લોસ કરવા ઈચ્છતા હો. તે લોકો પણ ગુંદરનું સેવન કરી શકે છે કારણે કે તેનાથી શરીરથી ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. ગુંદર કેન્સરમાં પણ ઉપ.યોગી નિવડે છે કારણ કે કેન્સરમાં એન્ટીકાર્સિનોજેનિક નામનું તત્વ મળી આવે છે. ગુંદરનું સેવન કેન્સરના સેલ્સને ખતમ કરવામાં મદદ કરે છે.
- આ સાથે જ જે લોકો ડાયાબિટીઝના ગુંદરમાં એવા ગુણ મળી આવે છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ખૂબ મદદ કરે છે.