કેરળના 104 વર્ષના કુટ્ટીયમ્મા સોશિયલ મીડિયા પર વાયરલ – સાક્ષરતા અભિયાન અંતર્ગત એક્ઝામમાં 100માંથી 89 માર્ક મેળવ્યા
- કેરળની 104 વર્ષની મહિલાએ આપી એક્ઝામ
- 100માથી 89 માર્ક મેળવીને દેખાડી કમાલ
દિલ્હીઃ- કેરળ સાક્ષરતાની દ્રષ્ટિએ દેશમાં અવ્વલ નંબર ધરાવે છે. કેરળના શિક્ષણ મંત્રી વાસુદેવન શિવનકુટ્ટીએ શુક્રવારના રોજ રાજ્ય સરકારની નિરંતર શિક્ષણ પહેલ દ્વારા આયોજિત પરીક્ષામાં સારો સ્કોર કર્યા બાદ 104 વર્ષીય કુટ્ટીયમ્માનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
104-year-old Kuttiyamma from Kottayam has scored 89/100 in the Kerala State Literacy Mission’s test. Age is no barrier to enter the world of knowledge. With utmost respect and love, I wish Kuttiyamma and all other new learners the best. #Literacy pic.twitter.com/pB5Fj9LYd9
— V. Sivankutty (@VSivankuttyCPIM) November 12, 2021
તેમણે લખ્યું હતું કે , “કોટ્ટયમના 104 વર્ષના કુટ્ટીયમ્માએ કેરળ રાજ્ય સાક્ષરતા મિશનની પરીક્ષામાં 100માંથી 89 માર્કસ મેળવ્યા છે. જ્ઞાનની દુનિયામાં પ્રવેશવા માટે ઉંમરની કોી બાધા હોતી નથી. ખૂબ જ આદર અને પ્રેમ સાથે, હું કુટ્ટીયમ્મા અને અન્ય લોકોને ઈચ્છું છું કે હું બધાને શુભેચ્છા પાઠવું છું. તમામ નવા શીખનારાઓને શ્રેષ્ઠ.”
કેરળ રાજ્ય સાક્ષરતા મિશન ઓથોરિટી રાજ્ય સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને તેનો હેતુ તમામ નાગરિકો માટે સાક્ષરતા, સતત શિક્ષણ અને આજીવન શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. હાલમાં, તે 4થા, 7મા, 10મા, 11મા અને 12મા ધોરણ માટે સમકક્ષતા કાર્યક્રમો પ્રદાન કરે છે.