- કામ દરમિયાન હેંગ થાય છે તમારું લેપટોપ?
- તો આ ટિપ્સ ફોલો કરીને હેંગ થતા બચાવો
- તેનાથી તમે ફાસ્ટ કામ કરી શકશો
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં હજુ પણ કોરોના મહામારીનો સંપૂર્ણપણે પ્રકોપ પૂર્ણ થયો નથી ત્યારે કોરોના મહામારી દરમિયાન વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. કોરોનાનો કહેર ઓછો થયો હોવા છતાં હજુ પણ અનેક કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે આ દરમિયાન ઘરે કમ્પ્યુટર અને લેપટોપનો વપરાશ વધી જાય છે. આ દરમિયાન વારંવાર સિસ્ટમ સ્લો થઇ જવી કે લેપટોપ હેંગ થઇ જતી હોવાની સમસ્યાનો મોટા ભાગે દરેક યૂઝર્સ સામનો કરતા હોય છે. જેનાથી તમારી પ્રોડક્ટિવીટી પણ પ્રભાવિત થાય છે. તેથી આજે અમે આપને આ પ્રકારની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઉપાયોનું સૂચન કરી રહ્યાં છે.
જો તમારું સિસ્ટમ વારંવાર હેંગ થતું હોય તો તમે રિસ્ટાર્ટનો વિકલ્પ અપનાવી શકો છો. રિસ્ટાર્ટ ફંકશનથી ટેમ્પરરી કેશ મેમરી ક્લિન થઇ જાય છે. તેનાથી કમ્પ્યુટર પહેલાની જેમ જ ફરીથી ફાસ્ટ ચાલવા લાગે છે.
ઓફિસનું કામકાજ કરતી વખતે તમારી સિસ્ટમ હેંગ થવાનું એક કારણ બિનજરૂરી મલ્ટીપલ બ્રાઉઝર ટેબ ખુલ્લા રાખવા છે. જો તમે બિનજરૂરી અને વધારે પડતા બ્રાઉઝર ટેબ ખુલ્લા રાખો છો તો તેનાથી સિસ્ટમ હેંગ થશે. કારણ કે તેનાથી રેમ અને પ્રોસેસર પર વધુ લોડ આવે છે. તેથી બને ત્યાં સુધી આવશ્યક ટેબ જ ઓપન રાખવા.
જાણતા કે અજાણતા પણ આપણા કમ્પ્યુટરમાં ઘણા એવા સોફ્ટવેર ઈન્સ્ટોલ હોય છે, જે ઉપયોગી નથી હોતા અને જેના કારણે કોમ્પ્યુટરની સ્પીડ ધીમી થઈ જાય છે. તેથી આવા બિનજરૂરી કે બિનઉપયોગી સોફ્ટવેરને રીમૂવ કરવા ખૂબ જરૂરી છે, જેથી તે સિસ્ટમ પર વધુ લોડ ન આપે.
તેથી આ પ્રકારના બિનજરૂરી પ્રોગ્રામ રિમૂવ કરવા આવશ્યક બની જાય છે. તેનેતમે કંટ્રોલ પેનલમાં જઇને પ્રોગ્રામ્સ એન્ડ ફીચર્સમાં જઇને સોફ્ટવેરની એક યાદી દેખાશે. જે તમારા પીસીમાં હાલ ઇન્સ્ટોલ હશે. તેમાંથી જે બિનજરૂરી પ્રોગ્રામ કે સોફ્ટવેર છે તેને અનઇસ્ટોલ કરીને લેપટોપને હેંગ થવાથી બચાવી શકો છો.
લેપટોપ કે પીસીમાં જો ટેમ્પરરી ફાઇલો હોય તો તેનાથી પણ સિસ્ટમ સ્લો થવાની શક્યતા વધી જાય છે. આ ફાઇલ્સ ડિલિટ કરવા માટે કમ્પ્યુટરમાં જઇને C ડ્રાઇવ ઑપન કરો. ત્યારબાદ તમને તેમાં Windows ફોલ્ડર જોવા મળશે. તેને ઓપન કરો. તેમાં Temp ફોલ્ડર ખોલો અને તેમાં રહેલ તમામ ટેમ્પરરી ફાઇલ્સ ડિલીટ કરો.
આ ટિપ્સ ફોલો કરીને તમે તમારા સિસ્ટમને વધુ ફાસ્ટ કરી શકશો તેમજ તમારા ઓફિસના કામકાજને પણ ઝડપી રીતે પૂર્ણ કરી શકશો.