પીએમ મોદી 18 નવેમ્બરે ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરની પ્રથમ વૈશ્વિક ઇનોવેશન સમિટનું ઉદ્દઘાટન કરશે
- ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરની પ્રથમ વૈશ્વિક ઇનોવેશન સમિટનું ઉદ્દઘાટન
- પીએમ મોદી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે ઉદ્દઘાટન
- ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિષયોની શ્રેણી પર કરશે ચર્ચા
દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 નવેમ્બર એટલે કે આવતીકાલે સાંજે 4 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરની પ્રથમ વૈશ્વિક ઇનોવેશન સમિટનું ઉદ્દઘાટન કરશે.
આ એક વિશિષ્ટ પહેલ છે જેનો ઉદ્દેશ્ય ભારતના ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગમાં સમૃદ્ધ ઇનોવેશન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકાર, ઉદ્યોગ, શિક્ષણ, રોકાણકારો અને સંશોધકોના મુખ્ય ભારતીય અને આંતરરાષ્ટ્રીય હિસ્સેદારોને એકસાથે લાવવાનો છે. તે ભારતીય ફાર્મા ઉદ્યોગમાં રહેલી તકોને પણ ઉજાગર કરશે જેમાં વૃદ્ધિની વિશાળ સંભાવના છે.
બે દિવસીય સમિટમાં 12 સત્રો અને 40 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પીકર્સ રેગ્યુલેટરી એન્વાયર્નમેન્ટ, ઇનોવેશન માટે ફંડિંગ, ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ અને ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિષયોની શ્રેણી પર ચર્ચા કરશે.
તે સ્થાનિક અને વૈશ્વિક ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી સભ્યો, અધિકારીઓ, રોકાણકારો અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, જોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટ, IIM અમદાવાદ અને અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓના સંશોધકોની ભાગીદારીનું સાક્ષી બનશે.
આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે.