1. Home
  2. ગુજરાતી
  3. એશિયામાં અફઘાનિસ્તાન અફીણનું સૌથી મોટુ ઉત્પાદકઃ દર વર્ષ 5 હજાર ટનથી વધુનું ઉત્પાદન
એશિયામાં અફઘાનિસ્તાન અફીણનું સૌથી મોટુ ઉત્પાદકઃ દર વર્ષ 5 હજાર ટનથી વધુનું ઉત્પાદન

એશિયામાં અફઘાનિસ્તાન અફીણનું સૌથી મોટુ ઉત્પાદકઃ દર વર્ષ 5 હજાર ટનથી વધુનું ઉત્પાદન

0
Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં અફિણનું ઉત્પાદન થાય છે. જો કે, એશિયામાં અફીણનું સૌથી વધારે ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે. એક અંદાજ અનુસાર અફઘાનિસ્તાનમાં વગભગ 5000થી 6000 ટન જેટલું ઉત્પાદન થાય છે. એટલું જ નહીં દુનિયાના અન્ય દેશોમાં પણ સપ્લાય કરવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 2016ના આંકડા અનુસાર સમગ્ર દુનિયામાં સપ્લાય થતા ગાંજાનો 6 ટકા એટલે કે, 300 ટન ગાંજો ભારતમાં જપ્ત કરાયો હતો જ્યારે વર્ષ 2017માં 353 ટન જપ્ત કરાયું હતું. ભારતમાં ગાંજો અને ચરસનો ગેરકાયદે વેપાર રૂ. 10 લાખ કરોડનો હોવાનું મનાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અફઘાનિસ્તાન અફીણનું સૌથી મોટું ઉત્પાદક છે. જ્યાં વર્ષે 5,000થી 6,000 ટન અફીણ ઉત્પાદિત થાય છે. એશિયાનાં દેશોમાં અફીણની સૌથી વધુ ખરીદી થાય છે . અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મ્યાંમાર, નેપાળથી હેરોઈન, કોકેન, મોર્ફિન આખા વિશ્વમાં સપ્લાય થતું હોવાનું મનાઈ રહ્યું છે. ભારતમાં વર્ષ 2017માં 3.6 લાખ કિલો નશીલી દવા જપ્ત કરાઈ હતી. દેશમાંથી વર્ષ 2017માં  2,551 કિલો અફીણ, 2,146 કિલો હેરોઈન, 3.52 લાખ કિલો ગાંજો, 3,218 કિલો ચરસ, 69 કિલો કોકેન જપ્ત કરાયું હતું . 2016માં મહારાષ્ટ્ર પોલીસ દ્વારા 18.5 ટન એફિડ્રિન જપ્ત કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બોલીવુડના બાદશાહ ગણાતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુંબઈ એનસીબીએ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. બીજી તરફ ગુજરાતમાં પણ ખંભાળીયા અને મોરબીમાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ ઉપરાંત મુંદ્રા બંદર ઉપરથી પણ અફઘાનિસ્તાનનો ડ્રગ્સનો જથ્થો સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો હતો.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code