હવે વિંડોઝ યુઝર્સ પણ ડાઉનલોડ કરી શકે છે વોટ્સએપ, માઇક્રોસોફ્ટ વિંડોઝ એપ સ્ટોર પર આવ્યું બીટા વર્ઝન
- હવે વિંડોઝ યુઝર્સ પણ ડાઉનલોડ કરી શકે છે વોટ્સએપ
- માઇક્રોસોફ્ટ વિંડોઝ એપ સ્ટોર પર આવ્યું બીટા વર્ઝન
વોટ્સએપ લાંબા સમયથી વિંડોઝ અને મેક યુઝર્સ માટે સ્ટેન્ડઅલોન એપ પર કામ કરી રહ્યું હોવાની અફવા છે. જો કે, WhatsApp Windows એપનું બીટા વર્ઝન હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. વિંડોઝ એપનું બીટા વર્ઝન માઇક્રોસોફ્ટના વિંડોઝ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. રિપોર્ટ્સ મુજબ, આ એક યુનિવર્સલ વિન્ડોઝ પ્લેટફોર્મ એપ છે, તેથી તમારે વિંડોઝ એપનો ઉપયોગ કરવા માટે તમારા ફોનને કનેક્ટ કરવાની જરૂર નહીં પડે.
GSMArenaના રિપોર્ટ અનુસાર, એપનું બીટા વર્ઝન માઇક્રોસોફ્ટના વિંડોઝ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. WhatsApp માટે વિંડોઝ એપ્લિકેશન નવા રાઈટિંગ પેડ અને મલ્ટી-ડિવાઈસ કાર્યક્ષમતા માટે સપોર્ટ સહિત અનેક સુવિધાઓ સાથે આવે છે. એપ યુનિવર્સલ વિંડોઝ પ્લેટફોર્મ પર આધારિત છે જેનો અર્થ છે કે,તમારે Windows માટે WhatsApp બીટા એપનો ઉપયોગ કરવા માટે તમારો ફોન ચલાવવાની જરૂર રહેશે નહીં. એપ હાલમાં બીટામાં છે, તેથી તમે અપેક્ષા રાખી શકો છો કે WhatsApp વધુ ફીચર્સ ઉમેરશે અથવા હાલના કેટલાકને દૂર કરશે.
WhatsApp ફીચર ટ્રેકર કહે છે કે,યુઝર્સે એપ ઇન્સ્ટોલ કર્યા પછી QR કોડનો ઉપયોગ કરીને તેમના WhatsApp એકાઉન્ટને “લિંક્ડ ડિવાઇસીસ” સાથે લિંક કરવું પડશે. ચેટ્સ સમન્વયિત થવાનું શરૂ થશે અને તમે છેલ્લે નવી બીટા એપ્લિકેશનનો ઉપયોગ અને અજમાયશ કરી શકો છો.