- સ્માર્ટફોન ખોવાય જાય તો પણ વોટ્સએપ ચેટ રિકવર થઇ શકે છે
- તેના માટે તમારે અહીંયા આપેલી ટ્રિક્સ ફોલો કરવી પડશે
- તેનાથી વોટ્સએપ ચેટ રિકવર થઇ જશે
નવી દિલ્હી: આજના સમયમાં દરેક કામકાજ સ્માર્ટફોન્સથી થતા હોય છે ત્યારે જો સ્માર્ટફોન ખોવાઇ જવાની ઘટના પણ વારંવાર બનતી હોય છે. થોડી બેદરકારીને કારણે પણ ફોન ખોવાઇ જતો હોય છે. ચોરી થઇ જવો અથવા ગુમ થઇ જવાની ઘટના હવે સામાન્ય બનતી જાય છે. ફોન ખોવાઇ જવાને કારણે આપણા અંગત ડેટા ઉપરાંત વોટ્સએપ ચેટ, અગત્યના મેસેજ, ટેકસ્ટ પણ ગુમાવી બેસવાનો વારો આવે છે. તે ઉપરાંત આપણા અંગત ડેટાના દૂરુપયોગનો પણ ખતરો વધી જાય છે.
જો કોઇ કેસમાં તમારો સ્માર્ટફોન ખોવાઇ જાય તો સૌપ્રથમ તો તમારે તેનો દૂરુપયોગ અટકાવવા માટે તમારા મોબાઇલ સબસ્ક્રાઇબર પાસે જઇને તમારું સીમ કાર્ડ ડિએક્ટિવેટ કરાવવું જોઇએ. આવું કરવાથી તમે તમારા નંબરનો દૂરુપયોગ થતો અટકાવી શકો છો. તે ઉપરાંત તમારા વોટ્સએપ ચેટને પણ રિકવર કરી શકો છો. તમે જો ગૂગલ ડ્રાઇવ કે આઇ ક્લાઉડનો વપરાશ કરતા હોય તો ઑટોમેટિક બેકઅપથી ચેટ્સને રિકવર કરી શકાય છે.
જો તમારે વોટ્સએપ ચેટ રિકવર કરવી છે તેમજ ડોક્યુમેન્ટ્સ પાછા મેળવવા છે તો તમારા નંબરને ડિએક્ટિવેટ કરાવવો ખૂબ આવશ્યક છે. તમે રિપ્લેસ્ડ સિમકાર્ડમાં તમારો નંબર ફરીથી મેળવી તેની મદદથી ડેટા રિકવર કરી શકો છો.
આ રીતે ચેટ રિકવર કરો
તમારા નવા એન્ડ્રોઈડ ડિવાઈસ પર વોટ્સએપ ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરો.
તમારા નવા ફોન પર એ જ મોબાઈલ નંબરની મદદથી વોટ્સએપ લોગીન કરો
જ્યારે તમે વોટ્સએપ સાઈન-ઈન કરો તો તરત જ ગૂગલ ડ્રાઈવમાં બેકઅપ સર્ચ કરવા માટેની પરમિશન આપો જેથી તમારી ચેટ રિકવર થઈ શકે.
વોટેસએપ ઈન્સ્ટોલ કર્યા પછી તરત જ નોટિફિકેશનમાં આવેલા બેકઅપ રિસ્ટોર કરવાના ઓપ્શન પર ક્લિક કરો.
તમારા ચેટ્સની સંખ્યાને આધારે આ બેકઅપ થવામાં થો